સુરતની લિંબાયત પોલીસ દ્વારા રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ખેલના માધ્યમથી યુવાનોને નશા તરફ નહીં જવા અપીલ કરાઈ છે. એટલું જ નહીં, પણ પોલીસ અને લોકોની ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી ક્રાઈમ પર કંટ્રોલ કરવા પ્રયાસ કરાઈ રહ્યો છે. ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, સુરત પોલીસ કમિશનર અજય તોમર ઉપસ્થિત રહ્યા હતા. સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું કહ્યું હતું કે, ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી લોકો અને પોલીસ એકબીજાના સંપર્કમાં આવશે.
યુવાધન નશા તરફ ન વળે તેવા પ્રયાસ
અજય તોમર (સુરત પોલીસ કમિશનર) એ જણાવ્યું હતું કે, ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન એ માટે કરવામાં આવ્યું છે કે, લોકો પોલીસનાં નજીક આવે કાયદાની વ્યવસ્થા બની રહે કોઈપણ ખોટા રસ્તા ઉપર આજનું યુવધાન ન જાય તે માટે નશાને સુરતથી દૂર કરવા માટે સુરત પોલીસ પૂરેપૂરી સહયોગ કરી રહી છે.તમે પણ પોલીસનો સાથ સહકાર આપો. ક્રિકેટ એ સજ્જ લોકોની રમત છે. ખૂબ જ ઉત્સાહ સાથે આ ગેમ રમો તેની મજા માણો આખા વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની જવાબદારી અમારી છે.
આ પ્રયોગ સરાહનિય
સી.આર. પાટીલ (ભાજપ પ્રદેશ અધ્યક્ષ) એ જણાવ્યું હતું કે, સુરત પોલીસ કમિશનર અજય તોમર અને તેમના અધિકારીઓ દ્વારા શહેરને નશાથી મુક્ત કરવા માટે અલગ અલગ પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. શહેરના ક્રાઇમને નિયંત્રણમાં લાવવા માટે પોલીસ અધિકારીઓનો આ એક અનોખો પ્રયોગ છે.જેમાં શહેરનાં લિંબાયત વિસ્તારમાં શહેર પોલીસ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટનું નામ ખેલો 'લિંબાયત ક્રાઈમ છોડો લિંબાયત' આવા સૂત્રો સાથે અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. આમાં ઘણી બધી ટીમો ભાગ લઇ રહી છે.મને વિશ્વાસ છે કે, આ પ્રયોગ દ્વારા યુવાનોને એક અલગ એક્ટિવિટી પણ મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.