તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોપી ઝડપાયો:સુરતના ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતા આરોપીને ATSએ ઉત્તરપ્રદેશથી ઝડપી પાડ્યો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બાતમીના આધારે આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. - Divya Bhaskar
બાતમીના આધારે આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
  • વાહનચોરી અને છેતરપિંડીના બે ગુનામાં ઝડપી લીધા

સુરત પોલીસે ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતા આરોપીને જનસઠ, મુઝફ્ફરનગર, ઉત્તરપ્રદેશથી પકડી પાડયો છે. DCB એ લાલગેટ, કતારગામ અને વરાછા પોલીસ સ્ટેશનના કેસ ઉકેલવામાં સફળતા મળી છે. પકડાયેલા કપિલ ઉર્ફે પોપીન ઉર્ફે ધનરાજ સામે ઉત્તરપ્રદેશમાં પણ વાહન ચોરી અને છેતરપિંડીના બે ગુનાઓ પણ નોંધાયા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

આરોપીને હાલ એટીએસ દ્વારા પોલીસને સોંપવામાં આવ્યો છે.
આરોપીને હાલ એટીએસ દ્વારા પોલીસને સોંપવામાં આવ્યો છે.

પોલીસને આરોપીની બાતમી મળી હતી
DCB પોલીસે જણાવ્યું હતું કે, આરોપી કપિલકુમાર ઉર્ફે પોપીન ઉર્ફે ધનરાજ ઉર્ફે જટાઉ ઉર્ફે કપિલ વકીલ મામચંદ સામે 28 જાન્યુઆરી 2021ના રોજ ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ એકટ 2015 ની કલમ-3(1) ની પેટા (2) તથા કલમ 3(2) તથા કલમ-3(4) હેઠળ ગુનો નોંધાયો હતો. જે ગુનામાં આરોપી નાસતો ફરતો હતો. જેની તપાસ કરતા એ.ટી.એસ.ના પો.સ.ઇ. વી.વી.ભોલા નાઓને આપવામાં હતી. ત્યારબાદ બાતમીના આધારે ATS ની ટીમે કપિલકુમાર ઉર્ફે પોપીન ઉર્ફે ધનરાજ ઉર્ફે જટાઉ ઉર્ફે કપિલ વકીલ મામચંદ હાલ ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરના જનસઠ તાલુકામાં હોવાનું જાણવા મળ્યું હતું.

સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ગુના નોંધાયા છે.
સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ગુના નોંધાયા છે.

પોલીસે વિવિધ ગુનાનો ભેદ ઉકેલ્યો
હ્યુમન ઈન્ટેલીજન્સ અને ટેકનીકલ સર્વેલન્સના આધારે ગુજરાત એ.ટી.એસ.ટીમ દ્વારા જનસઠ, જી. મુઝફ્ફરનગર, ઉત્તરપ્રદેશ ખાતે ગુપ્ત ઓપરેશન હાથ ધરી તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરમાં આવી છે. પકડાયેલો આરોપી કપિલકુમાર ઉર્ફે પોપીન ઉર્ફે ધનરાજ ઉર્ફે જટાઉ ઉર્ફે કપિલ વકીલ લાલગેટ પોલીસ સ્ટેશનમાં મમ્મુ ચાદમોહમ્મદ હાંસોટી ફાયરીંગ તથા ખૂનની કોશીશના ગુનામાં કતારગામ પોલીસ સ્ટેશનમાં 20 કરોડના હીરાની ઘાડના ગુનામાં અને વરાછા પોલીસ સ્ટેશનના ધાડના ગુનામાં પકડાયેલો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સાથે સાથે આરોપી કપિલકુમાર ઉર્ફે પોપીન વિરૂધ્ધ ઉત્તરપ્રદેશ ખાતે વાહન ચોરી તથા છેતરપિંડીના પણ બે ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.