કાર્યવાહી:સુરતના અમરોલીમાં ત્રણ દિવસ પહેલાં થયેલી ઘરફોડ ચોરીમાં પોલીસે CCTVની મદદથી 7 આરોપીઓને ઝડપી પાડ્યા

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા
  • પોલીસે આરોપીઓ પાસેથી રીક્ષા સાથે કુલ 2.13 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો

સુરતના અમરોલીમાં લગભગ ત્રણ દિવસ પહેલા ગુ.હા.બોર્ડ રિલાયન્સ નગર સોસાયટીના ઘર નંબર 409માં પ્રમુખ ક્રિએશનમાં 2.13 લાખની ચોરી થઈ હતી. ચોરો ઓટો રિક્ષામાં આવેલા હોવાનું અને રેકી કરતા CCTV માં કેદ થઈ ગયા હતા. ચોરીની ઘટના બાદ પોલીસે ચારેય દિશામાં તપાસ હાથ ધરી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.આ ઘરફોડ ચોરીના ગુનાને પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી 7 આરોપીઓને રોકડ અને મુદામાલ સાથે પકડી પાડ્યા છે.

પોલીસે CCTV કેમેરાથી આરોપીઓને ઝડપ્યા
પોલીસે જણાવ્યું હતું કે, પોલીસે CCTV કેમેરાની મદદથી તમામ આરોપીઓની ઓળખ કરી પકડવામાં સફળતા હાંસલ કરી છે. પ્રમુખ ક્રિએશનમાં રેકી કરી ચોરોએ 2.13 લાખની ચોરી કરી ભાગતા ફરતા હતા.આ ગુન્હામાં પોલીસે ચોરીમાં વપરાયેલી ઓટો રીક્ષા નં.GJ-05-AV-2188 જેની કિમત રૂપિયા 70 હજાર મળી કુલ્લે રૂપિયા 2 લાખ 13 હજાર 100 નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ઘટના CCTV માં કેદ થઈ જતાં પોલીસે તપાસ હાથ ધરી હતી
ઘટના CCTV માં કેદ થઈ જતાં પોલીસે તપાસ હાથ ધરી હતી

કારખાનાનો સામાન પણ ચોરી ગયાં હતાં
હિમતભાઈ બચુભાઇ પાડવ (કારખાના ના માલિક) એ જણાવ્યું હતું કે ચોરો કારખાનામાંથી સ્ટોન ચોટાડેલ લેડીઝ ડ્રેસ મટિરીયલ્સ નંગ-240 રૂપિયા 84800 તથા નાની-મીટો, અલગ-અલગ વજનની સ્ટોન ભરેલી પ્લાસ્ટીકની થેલીઓ નંગ-70 કિમત રૂપિયા 38 હજાર 300 તથા હરેકૃષ્ણ કંપનીનું હોટ ફિક્સ મશીન રૂપિયા 20 હજાર મળી કુલ કિમત રૂપિયા 2 લાખથી વધુની ચોરી કરી ભાગી ગયા હતા. જોકે આખી ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

પકડાયેલ આરોપીઓના નામ

  • વિજયભાઇ વકાભાઇ ઓડકીયા હિરાબાગ વરાછા સુરત શહેર
  • રાહુલ શત્રુષ્ય પાસવાન ગૃહા.બોર્ડ, અમરોલી સુરત શહેર.
  • કેમિલ પ્રવિણભાઇ લકુલ ગુ.હા.બોર્ડ, અમરોલી સુરત શહેર,
  • વિવેક સુમનભાઇ ચૌહાન ગુફા.બોર્ડ, અમરોલી સુરત શહેર
  • રણજીત દિપચંદ વિશ્વકર્મા ગુડ્ડા.બોર્ડ અમરોલી સુરત શહેર
  • અજય ચંદુભાઇ દોદરીયા ગુઝા.બોર્ડ, અમરોલી સુરત શહેર
  • અકિલ પવન પાનીગાહી ગુફા બોર્ડ, અમરોલી સુરત શહેર