પલસાણા ખાતે એક યુવાન અને તેના મિત્રોને કેટલાક શખ્સોએ મારમારી હવામાં ફાયરિંગ કરી રોકડા રૂ. 12,000ની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા. આ ઘટનામાં પલસાણા પોલીસે 11 વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જે પૈકી 7 આરોપીઓને સુરત ગ્રામ્ય એલસીબી પોલીસની ટીમે માંખીંગા ગામની સીમમાં મીઢોળા નદી કિનારે આવેલ ખેતરમાંથી ઝડપી પાડ્યા છે. જ્યારે બાકીના 4 આરોપીઓને પલસાણા પોલીસે ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળે છે. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે બે મોપેડ તેમજ મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂ. 98 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પલસાણા ખાતે સોનુ રામઅવધ શર્મા રવિવારે મોડી રાતે મિત્ર રાજુ વર્માની દીકરીના જન્મ દિવસમાં હાજરી આપવા મિત્ર તૈકિર ઇસરાર ખાન સાથે પોતાની મોટરસાયકલ (GJ 19 BF 3637) લઈ ગયા હતા મળસ્કે 2 વાગ્યા દરમિયાન સોનું મોટરસાયકલ પર મિત્ર તૌકિર ખાનને તેના ઘરે પ્રવેશ પાર્કમાં નાગરાજ ભાઈની બિલ્ડિંગમાં મુકવા ગયો ત્યારે કેટલાક શખ્સોએ આ યુવાનો સાથે ઝઘડો કરી મારમારી હવામાં ફાયરિંગ કરી રોકડા રૂ. 12 હજારની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા.
જે ઘટનામાં પલસાણા પોલીસે 11 વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લા એલસીબીની અલગ અલગ ટીમોએ સીસીટીવી ફૂટેજ ચકાસી આ વ્યક્તિઓની શોધખોળ શરૂ કરી હતી.
ત્યારે એલસીબી પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળતા તેઓ માંખીંગા ગામની સીમમાં મીઢોળા નદીના કિનારે ખેતરમાં પહોંચ્યા હતા અને ખેતરમાં સંતાયેલા 7 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી સુઝુકી એક્સેસ નંબર (GJ-26-S-2274), એક્ટિવા નંબર (GJ-19-BB-7839), ચાર મોબાઈલ ફોન તેમજ રોકડા 3 હજાર મળી કુલ રૂ, 98 હજારનો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ આરોપીઓનો કબ્જો પલસાણા પોલીસને સોંપ્યો છે. જ્યારે બીજી તરફ આ ગુનામાં સંડોવાયેલ અન્ય ચાર આરોપીઓને પલસાણા પોલીસે ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળે છે.
એક બાઇક અને તમંચો પણ પલસાણા પોલીસે ઝડપી પડ્યો
ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી સાથે અન્ય ત્રણ આરોપીને પલસાણા પોલીસે ઝડપી પાડ્યા તમામ 11 આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ફાયરીંગ કરનાર ઇસમ સહીતના 3 ઇસમો તથા એક સગીરને પલસાણા પોલીસે બાતમી આધારે ઝડપી પાડ્યા હતા તેમજ એક બાઇક અને તમંચો પણ પલસાણા પોલીસે ઝડપી પડ્યો હતો. આમ તમામ આરોપી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પડ્યા હતા અને 11 આરોપીને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે બે દિવસના તમામ આરોપીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા.
સાત પકડાયા બાદ અન્ય સાથે અેક સગીર પણ પકડાયો
જિલ્લા એલસીબીએ સાત આરોપી ઝડપ્યા બાદ પલસાણા પોલીસે પણ એક સગીર સાથે 3 આરોપી ને ઝડપી પાડ્યા હતા જેમાં શ્રવણ ઉર્ફે વીનુ કીશનભાઇ વાસફોડીયા (રહે અંત્રોલી ભુરી ફળીયુ તા પલસાણા) કરણ વૈધ પ્રકાશ ઉપાધ્યાય (રહે સુર્યાન્સી રેસીડેન્સી પલસાણા), સંજય ઉર્ફે રાવલ નરેન્દ્રભાઇ મીશ્રા મેઘા પ્લાજા પલસાણા જેઓને જડપી પાડી તેમની પાસેથી ગુનામાં વપરાયેલ દેશી તમંચો અને એક મોટર સાયકલ અને રોક્કડ થઇ કુલ 30 હજારનો મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો પોલીસે તમામ 11 આરોપીને પલસાણા કોર્ટ માં રજુ કરતા કોર્ટે બે દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા હતા વધુ તપાસ પલસાણા પોલીસ કરી રહી છે.
પકડાયેલ આરોપીઓ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.