તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરત ભેસ્તાનની વિનાયક રેસિડન્સીમાં ચીકનમાં ઝેરી દવા ખવડાવી 3 કૂતરાને મારી નાંખવાની ઘટનામાં પાંડેસરા પોલીસે પાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ અંતર્ગત ગુનો નોંધી સ્થાનિક બે યુવકોની ધરપકડ કરી હતી. સોસાયટીમાં રખડતા કૂતરાઓએ બાળકો સહિત ત્રણેક જણાને બચકાં ભર્યા હતા. જેથી કંટાળી બંનેએ કૂતરાઓને ઝેર ખવડાવી મારી નાંખ્યા હતા.
વિડિયો વાયરલ થતાં જીવદયાપ્રેમીઓમાં આક્રોશ હતો
1 ફેબ્રુઆરીએ ભેસ્તાનની વિનાયક રેસિડન્સીના નામે એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. અહીં સોસાયટીમાં 3 કૂતરા ચીકન સહિતનો ખોરાક ખાધા બાદ ગણતરીના સમયમાં જ તરફડીને મૃત્યુ પામ્યા હતા. વાયરલ થયેલા આ વીડિયોને પગલે જીવદયાપ્રેમીઓમાં ભારે આક્રોશ ફેલાયો હતો. પશુ-પક્ષી સાથે આવું કૃત્ય કરવું એ ફોજદારી ગુનો બનતો હોય જવાબદારી સામે ગુનો નોંધવાની માંગ ઉઠી હતી.
કમિશનરને ઓનલાઈન ફરિયાદ થઈ હતી
એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના માનદ જિલ્લા કલ્યાણ અધિકારી ચેતન વેરીએ આ મામલે ગુનો નોંધવા પોલીસ કમિશનરને ઓનલાઇન ફરિયાદ કરી હતી. જેથી પાંડેસરા પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે કરેલી તપાસમાં વિનાયક રેસિડન્સીમાં જ રહેતા દિવ્યેશ પટેલ અને મોહન કુસ્વાહાએ ચીકનમાં ઝેર ખવડાવી 3 કૂતરાને મારી નાંખ્યા હોવાનું સામે આવ્યું હતું.
પાંડેસરા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ મુજબ ગુનો નોંધ્યો હતો
પાંડેસરા પોલીસે પ્રાણી કૂરતા નિવારણ અધિનિયમ અંતર્ગત ગુનો નોંધી બંનેની અટકાયત કરી હતી. પોલીસની પૂછપરછમાં તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી સોસાયટીમાં રખડતા આ કૂતરાઓનો ત્રાસ વધી ગયો હતો. સોસાયટીમાં ગંદકી કરતા કૂતરાંઓએ બાળક સહિત ત્રણને બચકાં પણ ભર્યા હતા. જેથી ત્રાસી આ પગલું ભરવા મજબૂર બન્યા હોવાનું તેઓએ પોલીસને જણાવ્યું હતુ.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.