સુરત:લોકડાઉનમાં બિલ્ડીંગની ટેરેસ પર ખીચડીની મિજબાની માણતા 13ને પોલીસે ઝડપી પાડ્યા

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસના ડ્રોન કેમેરામાં બિલ્ડીંગની ટેરેસ પર બેઠેલા લોકો ઝડપાઈ ગયાં હતાં. - Divya Bhaskar
પોલીસના ડ્રોન કેમેરામાં બિલ્ડીંગની ટેરેસ પર બેઠેલા લોકો ઝડપાઈ ગયાં હતાં.
  • પોલીસે બાતમીના આધારે તમામને ઝડપી પાડ્યા
  • પોલીસે 13ને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

કોરોના વાઇરસના પગલે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે લોકડાઉનમાં લોકો ઘર બહાર ન નીકળે તે માટે પોલીસ દ્વારા બીજા તબક્કામાં વધારે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમ છતાં શહેરન બિલ્ડીંગો પર લોકો એકઠા થઈને પાર્ટી કરતાં હોવાનું સામે આવી રહ્યું છે. અગાઉ ભજીયા પાર્ટી થયા બાદ મોટા વરાછામાં ખીચડી પાર્ટી કરવામાં આવી રહી હતી. જેના પર પોલીસે બાતમીના આધારે રેડ કરીને 13 લોકોને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ કન્ટ્રોલમાં જાણ થતાં ખીચડી પાર્ટી પકડાઈ

મોટા વરાછાના શાંતિનિકેતન ફ્લોરા બિલ્ડીંગની ટેરેસ પર ખીચડીની મિજબાની માણતા 13 વ્યક્તિને અમરોલી પોલીસે વોટ્સઅપ મેસેજના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમરોલી પોલીસને વોટ્સ અપ મેસેજ મળ્યો હતો કે મોટા વરાછા-અબ્રામા રોડ સ્થિત શાંતિનિકેતન ફલોરાની આઇ બિલ્ડીંગની ટેરેસ પર કેટલાક લોકો ભેગા મળીને ખીચડીની મિજબાની માણી રહ્યા છે, જેના આધારે પોલીસે દરોડા પાડી સ્થાનિક રહેવાસી રજનીકાંત મનુ દેસાઇ, ધર્મેશ કાંતી સોજીત્રા, મહેશ બાબુ સોજીત્રા, ચિરાગ જીતુ ધામેલીયા, કૃપેશ મનુભાઇ ભાલાળા, વિશાલ ધીરૂભાઇ સતાણી, દિલીપ ભોળાભાઇ કોલડીયા, દિવ્યેશ રમેશ સોજીત્રા, રાકેશ પ્રવિણ ગઢીયા, શૈલેષ ધનજી કમાણી, દર્શક અરવિંદ દુધાત, જયદીપ જયસુખ અમરેલીયા, સંજય કનુભાઇ અમરેલીયાને ઝડપી પાડ્યા હતા. આ તમામની ખીચડી પાર્ટીમાં પોલીસ પહોંચીને રંગમાં ભંગ પાડી તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...