તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલા ટેન્શન હવે રાહત:પોલીસ પાસે 6 દિવસમાં 2100 લોકોએ લગ્નની પરવાનગી માંગી, હવે શહેર પોલીસ કહે છે કે પરમિશનની જરૂર નથી

સુરત8 મહિનો પહેલાલેખક: જલ્પેશ કાળેણા
  • કૉપી લિંક
પોલીસની પરવાનગી અનિવાર્યતાની સાથે લગ્નસરા હોવાથી શહેર બહારથી આવતી જાનની બસના તમામ પેસેન્જરોને ચેક કરવામાં આવે છે. - Divya Bhaskar
પોલીસની પરવાનગી અનિવાર્યતાની સાથે લગ્નસરા હોવાથી શહેર બહારથી આવતી જાનની બસના તમામ પેસેન્જરોને ચેક કરવામાં આવે છે.
  • સૌથી વધુ સરથાણા પોલીસ મથકમાં 400 લગ્ન માટે અરજી કરાઈ

કોરોનાની બીજી લહેર શરૂ થતાની સાથે જ રાજ્ય સરકારે સુરત સહિત 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ લગાવ્યો હતો અને લગ્ન પ્રસંગો માટે પોલીસ પરમીશન અનિવાર્ય હોવાનું જાહેર કર્યુ હતું. જેને પગલે છેલ્લાં 6 દિવસમાં શહેરના 28 પોલીસ સ્ટેશનોમાં લગ્ન પ્રસંગ માટે 2100થી વધુ પરવાનગી માંગતી અરજી કરાઈ હતી.

ગુરૂવારે વધુ એક પરિપત્ર આવતા હવે પછી દિવસે સવારે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી પોલીસ પરમિશન લેવાની જરૂર નથી.માર્ચ મહિનાથી શરૂ થયેલા કોરોના કાળ દરમિયાન પહેલા લોકડાઉન પછી અલગ અલગ અનલોકના સમયગાળામાં ઘણાં લોકોના લગ્ન પ્રસંગો અટવાઈ ગયા હતા.

નવેમ્બર, ડિસેમ્બર મહિનામાં લગ્નના શુભ મુર્હૂત હોવાથી લગ્ન માટે લોકોએ ઘણી તૈયારીઓ પણ કરી લીધી હતી. પરંતુ એકાએક રાત્રી કર્ફ્યુ આવી જતાં અને લગ્ન પ્રસંગમાં માત્ર 100 લોકોની હાજરીની છૂટછાટથી હજારો કાર્યક્રમો અટવાઈ પડ્યા છે. આવામાં 5 દિવસ પહેલા પોલીસે લગ્ન માટે પરમિશન લેવાની રહેશે એવી વાત કરી હતી એટલે જેના ઘરે પ્રસંગો હતાં તે લોકો પરમિશન લેવા માટે પોલીસ મથકના ધક્કા ખાધા હતા.

હવે ફરીથી નવો પરિપત્ર આવી જતા દિવસ દરમિયાન લગ્ન કરવા હોય તો ગાઈડ લાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગ અને 100થી વધારે લોકો નહીં હોય તે શરતે લગ્ન પ્રસંગ યોજી શકાશે જેના માટે પોલીસ પરમિશન લેવાની જરૂર નથી. જે અત્યારસુધીમાં લેવી પડતી હતી.

લગ્નપ્રસંગમાં 100 વ્યક્તિ જ હાજર રહી શકશે

પો. સ્ટેશનઅરજી
વરાછા130
કાપોદ્રા124
સરથાણા400
લિંબાયત27
ઉધના28
ડિંડોલી79
મહિધરપુરા15
સલાબતપુરા9
પુણાગામ121
કતારગામ196
ચોકબજાર50
લાલગેટ12
અઠવા25
ઉમરા139
ખટોદરા75
પાંડેસરા27
સચિન11
અમરોલી275
અડાજણ230
જહાંગીરપુરા35
ઈચ્છાપોર32
હજીરા15
ડુમસ40
કુલ2095

લગ્ન માટે હવે પોલીસ પરમિશન લેવાની જરૂર નથી : કમિશનર
શહેરમાં સવારે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી લગ્ન પ્રસંગ માટે પોલીસ પાસે પરવાનગી લેવાની જરૂર નથી. લગ્ન પ્રસંગમાં 100 વ્યક્તિઓ હાજર રહી શકશે.રાત્રે 9 વાગ્યા બાદ કોઈને પરવાનગી આપવામાં આવશે નહીં. - અજય તોમર, પોલીસ કમિશનર

અન્ય સમાચારો પણ છે...