તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:ગુમ બાળકને પોલીસે 65 કેમેરા તપાસી માત્ર 3 કલાકમાં શોધ્યો

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સચીનનાે બાળક રમતા રમતા 5 કિમી દૂર ગયો હતો

સચીન જીઆઇડીસીમાંથી 4 વર્ષનો બાળક ગુમ થતા પોલીસે 5 કિમીના એરિયામાં 65 સીસીટીવી કેમેરા ચેક કરી 35 પોલીસ જવાનો અને 50 સ્થાનિક યુવકોની મદદથી બાળકને 3 કલાકમાં શોધી કાઢ્યો હતો. બાળક સહીસલામત મળતા પોલીસ અને પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. સચીન જીઆઇડીસીમાં શિવનગરમાં રહેતા વિનોદ શાહુનો 4 વર્ષનો પુત્ર ઘરની બહાર સવારે રમતો હતો. તે વખતે સવા દસ વાગ્યે ગુમ થયો હતો. પિતા નાઇટપાળીમાં નોકરીએ ગયા હોવાથી સવારે સૂઈ ગયા હતા અને માતા રસોઈ બનાવતી હતી.

સવા દસ વાગ્યે ગુમ થયેલા બાળકને પરિવારજનોએ સવા ત્રણ વાગ્યા સુધી શોધખોળ કરી છતાં કોઈ વાવડ ન મળતા 3.30 વાગ્યે પોલીસને જાણ કરી હતી.પોલીસે 5 ટીમ બનાવી શોધખોળ કરતા 5 કિમી દૂરથી બાળક મળી આવ્યો હતો.ત્યાં એક પરિવારે તેને આશરો આપી જમવાનું આપ્યું હતું. બાળકને ઘરનું એડ્રેસ ખબર ન હતી. પોલીસની કામગીરી કમિશનરે બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો