• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Police Found The Mentally Challenged Girl Who Was Separated From Her Family, Emotional Scenes Were Created Between Father And Daughter At The Police Station.

બાળકીનું પરિવાર સાથે મિલન:પરિવારથી વિખૂટી પડેલી માનસિક દિવ્યાંગ બાળકીને પોલીસે શોધી, બાપ-દીકરી વચ્ચે પોલીસ સ્ટેશનમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા

સુરત23 દિવસ પહેલા
રાંદેર પોલીસે ગૂમ થયેલી બાળકીનું પરિવાર સાથે મિલન કરાવ્યું

સુરતના રાંદેર વિસ્તારમાંથી એક શ્રમજીવી પરિવારની સાત વર્ષીય માનસિક અસ્થિર મગજની દીકરી રમતા રમતા ગૂમ થઈ ગઈ હતી. બીજી તરફ ભારે શોધખોળ બાદ પણ બાળકીનો કોઈ પતો ન લાગતા પરિવારે રાંદેર પોલીસનો સંપર્ક કર્યો હતો. બનાવની ગંભીરતા જોઈ પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી હતી. બાળકીની શોધખોળ કરી હતી. દરમિયાન પોલીસે ગણતરીના કલાકોમાં જ બાળકીને શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. બાળકીનો પરિવાર સાથે મિલન થતાં પોલીસ મથકમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

સાત વર્ષે બાળકી પરિવારથી અચાનક ગૂમ
સુરતના રાંદેર વિસ્તારમાં બાપ દીકરી વચ્ચેના લાગણી સભર દ્રશ્યો પોલીસ સ્ટેશન મથકમાં સર્જાયા હતા. સાત વર્ષીય બાળકી તેના પરિવારથી અચાનક જ રમતાં રમતાં ક્યાંક ચાલી ગઈ હતી, અને તે વિખુટી પડી ગઈ હતી. પરિવારથી બાળકી દૂર થઈ જતા પરિવાર અને બાળકી બંને ખૂબ જ ચિંતામાં મૂકાયા હતા. સાથે બાળકી પરિવારથી ગૂમ થઈ ગઈ હોવાની માહિતી રાંદેર પોલીસને થતા પોલીસ પણ એક પણ સેકન્ડનો સમય બગાડ્યા વગર બાળકીને શોધખોળમાં જોતરાઈ ગઈ હતી.

શ્રમજીવી પરિવારની બાળકી ગૂમ થઈ જતા પરિવાર ચિંતામાં મૂકાયું
સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતા દિલીપભાઈ બટુકભાઈ દાસકિયા મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં સાત વર્ષની દીકરી છે. બાળકી સાંજના 5 વાગ્યાના અરસામાં ઘર પાસે રમી રહી હતી. તે દરમિયાન રમતા રમતા ગૂમ થઈ ગઈ હતી. ચિંતાની વાત એ હતી કે, બાળકી માનસિક થોડી અસ્થિર મગજની છે. ત્યારે બાળકીને આ મનોદશામાં તે ગૂમ થતા પરિવાર ચિંતામાં મૂકાયો હતો.

બાળકીને શોધવા પરિવારે ભારે મહેનત કરી પોતાની વ્હાલસોયી બાળકીની પરિવારે ભારે શોધખોળ કરી હતી. પરંતુ બાળકીનો ક્યાંય પતો ન લાગતા પરિવાર રાંદેર પોલીસ મથકે પહોંચ્યો હતો. બાળકીના પિતાએ સમગ્ર બનાવવાની જાણ રાંદેર પોલીસને કરી હતી.

પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

પોલીસકર્મી શોધખોળમાં લાગી ગયા
બાળકી ગૂમ થઈ ગયાની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક આ બનાવને ગંભીરતાથી લઈ લીધો હતો. પોલીસે એક પણ સેકન્ડનો સમય બગાડ્યા વગર બાળકીના પિતાની વેદના સાંભળતાની સાથે જ તેને શોધવા પોલીસની ટીમ કામે લગાવી દીધી હતી. આ અંગે રાંદેર પીઆઇ એ. એસ. સોનારાએ જણાવ્યું હતું કે, બાકળીના પિતા ખૂબ જ ચિંતા અને રડતા અવાજમાં પોતાની દીકરી ગૂમ થઈ ગઈ હોવાની જાણ કરવા આવ્યા હતા. પિતા પોતાની બાળકી માટેની જાણ કરતા હતા ત્યારે સમગ્ર વિગત જાણતા ખબર પડી કે, બાળકી માનસિક થોડી અસ્વસ્થ મગજની છે. જેને લઇ કોઈપણ પ્રકારનો સમય બગાડ્યા વગર તાત્કાલિક અમારી ટીમને કામે લગાવી દીધી હતી. પિતા પાસે ગૂમ થયાની ફરિયાદ લેવામાં પણ સમય પોલીસે બગાડ્યો ન હતો. કારણ કે, બાળકીને શોધવી ખૂબ જ પ્રાથમિકતા આ કેસમાં અમને લાગી રહી હતી. જેથી અમે તાત્કાલિક અલગ અલગ પોલીસની ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. બાકી જ્યાંથી ગુમ થઈ તેના સીસીટીવી ફૂટેજ સહિત અનેક લોકોની પૂછપરછ પણ કરવામાં આવી હતી. દરમિયાન પોલીસને ગણતરીના સમયમાં બાળકી શોધવામાં સફળતા મળી ગઈ હતી. રાંદેર પોલીસની ટીમ દ્વારા બાળકીને રાંદેર વિસ્તારના ઝઘડિયા ચાર રસ્તા પાસેથી મળી આવી હતી.

પોલીસ સ્ટેશનમાં બાપ દીકરીના મિલનથી ભાવુક દ્રશ્યો સર્જાયા
રાંદેર પોલીસે બાળકીને શોધી લાવી પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. બાળકી મળી આવતા પરિવારને પોલીસ મથક બોલાવી લેવામાં આવ્યું હતું. બાળકીને તેના પરિવાર સાથે પોલીસ મથકમાં સોંપવામાં આવી હતી. આ દરમિયાન બાળકી તેના પિતાને જોતાની સાથે જ હરખાઈ ગઈ હતી. પિતામાં પણ વહાલ સોયી દીકરીને હેમખેમ સહી સલામત મળી આવતા ખુશી છવાઈ ગઈ હતી. પિતા પોતાની બાળકીને પોલીસ મથકમાં જોતાની સાથે જ તેને ભેટી પડ્યા હતા. આ સાથે બાળકી પણ પિતાને જોતાની સાથે જ તેમને ભેટી કાલી ઘેલી ભાષામાં વાતો કરવા માંડી હતી. બાપ દીકરીના મિલનના રાંદેર પોલીસ મથકમાં ખૂબ જ ભાવૂક દ્રશ્ય સર્જાયા હતા.

પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો
પરિવારને ગણતરીના સમયમાં બાળકી મળી આવતા પરિવારમાં આનંદ છવાઈ ગયો હતો. પોતાની ગૂમ થયેલી બાળકીને લઈ પિતા ખૂબ જ ચિંતાતુર બન્યા હતા. ત્યારે બાળકી મળી આવ્યા બાદ બાળકીના પિતાએ બે હાથ જોડી પોલીસનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, મારી દીકરી રમતા રમતા ગૂમ થઈ હતી. અમે તેની ભારે શોધખોળ કરી હતી. પરંતુ તેનો ક્યાંય પતો લાગ્યો ન હતો. જેને લઇ અમે ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા હતા. જેથી અમે તાત્કાલિક રાંદેર પોલીસ મથકે આવ્યા હતા. પોલીસ અમને તાત્કાલિક મદદ કરી હતી અને આખરે મને મારી બાળકી પરત મળી ગઈ છે. હું પોલીસનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે, મને મારી દીકરીને શોધી આપી છે.

અન્ય સમાચારો પણ છે...