લોકડાઉન બાદ ઉદ્યોગ-ધંધામાં કામકાજ શરૂ થયા છે. હીરા બજારમાં પણ હવે દિવાળીની ચહલપહલ વધુ જોવા મળી રહી છે. ત્યારે હીરાબજારમાં દિવાળી સમયે ચોરી અને લૂંટની ઘટના બનતી અટકાવવા માટે પોલીસ દ્વારા આગોતરૂં આયોજન કરવામાં આવ્યું છે. મહિધરપુરા હીરા બજારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. મહિધરપુરા વિસ્તારમાં હીરાની લેવડ દેવડ અને આંગડિયા પેઢીઓ કાર્યરત છે. જેથી આ વિસ્તારમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. સાદા ડ્રેસમાં પોલીસના જવાનોને ડ્યુટી સોંપવામાં આવી છે. જેથી આ વિસ્તારમાં કોઈ અનિચ્છનિય ગતિવિધી પર નજર રાખવામાં આવી શકે.
પોલીસ એક્શનમાં આવી
સુરતમાં દિવાળીના સમય દરમ્યાન બનતી લૂંટ ચોરી જેવી ઘટનાઓને ડામવા માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જે અંતર્ગત મહિધરપુરા હીરા બજાર વિસ્તારમાં પોલોસનું ફૂટ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. પીઆઇ,એસીપી,પીએસઆઇ સહિતના અધિકારીઓ ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતાં.
શંકાસ્પદ હિલચાલ પર નજર રહેશે
મહિધરપુરા વિસ્તારમાં દિવાળીના સમય દરમ્યાન મોટાપ્રમાણમાં રોકડ તેમજ હીરાની લેવડ દેવડ થતી હોય છે. આંગડિયા પેઢીઓ સહિત હીરા યુનિટો આ વિસ્તારમાં આવેલા છે.દિવાળીના સમય દરમ્યાન લૂંટ ચોરી જેવી ઘટનાઓને ડામવાનો પ્રયાસ રૂપે હીરા બજારમાં સાદા ડ્રેસમાં પોલીસ જવાનો તૈનાત કરાયા છે. જે શંકાસ્પદ હિલચાલવાળાઓ પર નજર રાખશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.