કાર્યવાહી:વેસુમાં બાઈકર્સના ત્રાસની ચિઠ્ઠી પોલીસને મળી, 11 બાઈક કબજે

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખોવાયેલી RC બુક પણ સજેશન બોક્ષથી મળી

ઓરિજનલ ડોક્યુમેન્ટો રસ્તામાંથી મળે તો તેનું એડ્રેસ ન હોય તો પોલીસે બનાવેલા સજેશન બોક્ષમાં નાખી દેવાથી તેના માલિક સુધી પહોંચાડી શકાય છે. આવો એક કિસ્સો સજેશન બોક્ષના આધારે સામે આવ્યો છે. જેમા વાત એવી છે કે, ઉમરા પોલીસ દ્વારા સિટીલાઇટ અણુવ્રત દ્વાર પાસે સજેશન બોક્ષ મુકવામાં આવ્યું હતું. જેમાંથી પોલીસને ચિઠ્ઠીને બદલે આરસી બુક મળી હતી. જે આરસી બુક ઉમરા પોલીસે માલિક સુધી પહોંચાડી હતી. આરસી બુકના માલિક શૈલેષ મધુકર મોરે (રહે.અભિષેક એપાર્ટ, ભટાર)ને બોલાવી ખરાઈ કરી સુપરત કરવામાં આવી હતી.

જયારે ઉમરા પોલીસના વિસ્તારમાં નર્મદ યુનિવર્સિટીના મેઇન ગેટ પાસે સજેશન બોક્ષ મુકવામાં આવ્યા હતા. જેમાં બે ચિઠ્ઠીઓ મળી આવી હતી. બન્ને ચિઠ્ઠીઓ નામ વગરની હતી. જેમાં એક ચિઠ્ઠીમાં તો એવુ લખ્યું હતું કે, રાત્રિના સમયે સારૂનગરની બહાર જાહેરમાં લુખ્ખા તત્વોનો ત્રાસ છે. જેનાથી રહીશો કંટાળ્યા છે. જેથી તેઓને પકડી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

આ ચિઠ્ઠીના આધારે પોલીસે આ વિસ્તારમાં મોડીરાત સુધી પેટ્રોલિંગ શરૂ કર્યુ છે. જયારે આજ સજેશન બોક્ષમાંથી બીજી એક ચિઠ્ઠી મળી હતી. જેમાં વેસુ અને વીઆર મોલની આસપાસમાં સ્પોર્ટસ બાઇકર્સનો ત્રાસ હોવાની વાત કરવામાં આવી હતી. આથી ઉમરા પોલીસે સ્પેશિયલ મોડી રાતે આ માટેની ડ્રાઇવ રાખી 11 સ્પોર્ટસ બાઇકોના ચાલકો સામે કાર્યવાહી કરી 11 બાઇકો કબજે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...