પોલીસ-GPCBના આંખ આડા કાન:સચીન ગેસ કાંડ વખતે રાત્રિ કર્ફ્યૂનો અમલ કરાવતી પોલીસ ઉંઘતી રહી અને ટેન્કર GIDCમાં પહોંચી ગયું!

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કર્ફ્યૂમાં લોકોને દંડતી પોલીસને ટેન્કર ન દેખાયું
  • કેમિકલ ખાડીમાં ઠાલવવાનું કૌભાંડ લાંબા સમયથી ચાલતું હતું

લોકોએ માસ્ક ન પહેર્યું હોય, વિદ્યાર્થીઓ કોલેજ કેમ્પસમાં પાર્ટી કરતા હોય, કર્ફયૂમાં રાત્રે નીકળતા લોકો પોલીસને દેખાય છે પણ કેમિકલ ભરેલું મસમોટું ટેન્કર મુંબઈથી સુરત સુધી આવી ગયું અને સચિન જીઆઇડીસીમાં મોડીરાત્રે ઘૂસીને કેમિકલ ઠાલવવામાં પણ લાગ્યું છતાં પોલીસને દેખાયું જ ન હતું.

ઇન્ડસ્ટ્રીમાંથી નીકળતા વેસ્ટ જલદ કેમિકલને ડાયલૂટ કરવા માટે ઘણી કંપનીઓ લાખો રૂપિયા લેતી હોય છે. આ રૂપિયા બચાવવા માટે કેમિકલ માફિયા આ વેસ્ટ કેમિકલ સચિન જીઆઇડીસીની આજુબાજુની ખાડીમાં નાખી દેતા હોય છે. આ બાબતે સતત વોચ રાખવાની જીપીસીબી અને પોલીસની સીધી જવાબદારી છે છતાં તે આ કૌભાંડ અટકતું ન હતું અને તેના કારણે 6 કામદારોને મોત થયું હતું અને 23 લોકો બેભાન થઈ ગયા હતા.

પોલીસ અને જીપીસીબીની આંખ આડા કાન કરવાની આવી નીતિથી મોટાપાયે થતા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. પોલીસે સાપરાધ મનુષ્ય વધનો ગુનો તો નોંધ્યો છે પણ તેમાં કેમિકલ સપ્લાય કરનારા, કેમિકલ ખાડીમાં નાખનારા સામે જ કાર્યવાહી થશે પરંતુ આવું કૃત્ય કરનારાઓને રૂપિયાના જોરે છુપુ મનોબળ પુરુ પાડનારા જીપીસીબી કે પોલીસ વિભાગના અધિકારી-કર્મચારી સામે કોઈ કાર્યવાહી થશે કેમ? તેની શહેરમાં ખૂબ ચર્ચા થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...