• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Police Enforcing The Curfew At 8 Pm Do Not Show Up For Traffic Regulation When The Diamond Factories Leave Together Between 6 And 8 Pm.

ટ્રાફિક કંટ્રોલ બહાર:રાત્રે આઠ વાગ્યે કર્ફ્યુની અમલવારી કરાવતી પોલીસ સાંજે 6થી 8માં હીરાના કારખાના એકસાથે છૂટે ત્યારે ટ્રાફિક નિયમન માટે દેખાતી જ નથી

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
વરાછા હીરાબાગ સર્કલ પાસે ટ્રાફિક કંટ્રોલ બહાર - Divya Bhaskar
વરાછા હીરાબાગ સર્કલ પાસે ટ્રાફિક કંટ્રોલ બહાર

વરાછાના હીરાબાગ સર્કલ પાસે બુધવારે સાંજે 6થી 8 વાગ્યા વચ્ચે ભારે ટ્રાફિક જામ થઇ ગયો હતો. આ વખતે તેને કંટ્રોલ કરવાવાળુ પણ કોઇ ન હોવાના કારણે વાહન ચાલકોએ ભારે પરેશાન થવું પડ્યું હતું. શહેરમાં માંડ કોરોના હળવો થયો છે ત્યાં આ પ્રકારની ભીડ ગંભીર પરિણામો લાવી શકે છે. રાત્રે આઠ વાગ્યે કર્ફ્યુનો અમલ શરૂ થાય છે તે પહેલા એટલે કે લગભગ છ વાગ્યા પછી બધા જ ધંધા રોજગાર બંધ થવા લાગે છે ધીમે ધીમે રસ્તા પર ટ્રાફિક જામ થતો જાય છે.

ખાસ કરીને વરાછા હીરાબાગ સર્કલ પાસે બધી બાજુથી આવતા વાહનો મોટી સંખ્યામાં ભેગાં થાય છે.સ્થાનિક લોકોના કહેવા મુજબ જ્યારે ટ્રાફિક હોય પબ્લિક પરેશાન થતું હોય ત્યારે તંત્રના કોઈ માણસો જોવા મળતા નથી અને થોડીવાર પછી જ્યારે ટ્રાફિક હળવો થાય ત્યારે લોકોને કર્ફ્યુનો અમલ કરાવવા માટે ઠેકઠેકાણે મોટી ટીમ હાજર થઈ જતી હોય છે. જ્યારે ટ્રાફિકજામ હોય ત્યારે સામાજીક સંસ્થાના કાર્યકર્તાઓ એ ટ્રાફિક કંટ્રોલ કરવો પડતો હોય છે.

અન્ય સમાચારો પણ છે...