તિરંગાયાત્રા:ગુરુવારે પોલીસે કેટલાક રૂટ ડાયવર્ટ કરી દીધા

સુરત5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મગદલ્લાથી કારગીલ ચોક સુધી યાત્રા નીકળશે
  • પદયાત્રા પૂરી ન થાય​​​​​​​ ત્યાં સુધી રૂટ બંધ ​​​​​​​રહેશે

શહેરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગાયાત્રાનું 4 તારીખે ગુરુવારે સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી આયોજન કરવામાં આવશે. આ તિરંગા યાત્રા ડુમસ રોડ લાલભાઈ કોન્ટ્રાકટરથી રાહુલરાજ મોલ થઈ કારગીલચોક સુધી પદયાત્રા સ્વરૂપે યોજાનાર છે. યાત્રામાં મુખ્યમંત્રી પણ જોડાશે. આમ જનતાને અવરજવરમાં કોઈ અડચણ ન થાય તે માટે તિરંગા યાત્રાના રૂટ પર પદયાત્રા પુરી ન થાય ત્યા સુધી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સવારથી શરૂ થઈ બપોર સુધી પૂરો થવાનો હોઈ ટ્રાફિકની વધુ સમસ્યા જોવા નહીં મળે.

આ રૂટો ડાયવર્ટ કરાશે
1 એસકે નગર તરફથી અઠવાગેટ આવતા વાહનો વાય જકંશનથી ઉધના મગદલ્લા રોડ અને VIP રોડથી અઠવાગેટ તરફ આવી શકશે
2 અઠવાગેટ તરફથી એરપોર્ટ અને એસકેનગર તરફ જતા વાહનો સીટીલાઇટ રોડ થઈ ઉધના મગદલ્લા રોડ અને વીઆઇપી રોડ ઉપયોગ કરી વાય જકંશનથી એરપોર્ટ અને એસકેનગર જઈ શકશે
3 પાલ ઉમરા બ્રીજ પરથી આવતા વાહનો SVNIT સર્કલથી ડાબે ટર્ન લઈ પાર્લે પોઇન્ટ તરફ આવી શકશે
4 અઠવાગેટથી પાર્લે પોઇન્ટ બ્રીજ થઈ વાહન આવે તો તેમણે SVNIT સર્કલથી યુ-ટર્ન લઈ પાર્લે પોઇન્ટથી સીટીલાઇટ રોડનો ઉપયોગ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...