તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:કોન્ટ્રાક્ટર અને સુપરવાઈઝર સહિત 3 સામે પોલીસ ફરિયાદ

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મોટા વરાછામાં 4 મજૂરો દટાઇ ગયા હતા
 • બિલ્ડર સામે કોઇ કાર્યવાહી ન કરાઈ

મોટા વરાછા અબ્રામા ગામે સિલવાસા પેરેડાઈઝ નામની બિલ્ડિંગમાં માટીની ભેખડ ધસી પડતાં 4 મજૂરોનાં માટીમાં દટાઈ જવાથી મોત થવાની દુર્ઘટનામાં બુધવારે કોન્ટ્રાક્ટર, મુકાદમ અને સુપરવાઈઝર વિરુદ્ધ બેદરકારીનો ગુનો નોંધ્યો છે. અબ્રામામાં બાંધકામની સાઈટ પર ખેતરની પાળની માટી ભેખડ તથા માટીનો ઢગલો ધસી પડતાં 4 શ્રમજીવીઓ માટી નીચે દબાઈ જતાં મોતને ભેટ્યા હતાં. જે અંગે કામરેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. બિલ્ડરે માટીના ઢગલા ધસી ન પડે તે માટે કોઈ પ્રોટેક્શન વોલ બનાવી ન હતી. પ્રોટેક્શન વોલ કે નેટની સુવિધા ન હતી. મજૂરો પાસે હેલ્મેટ કે બીજા સેફ્ટીના સાધનો ન હતાં.

જેથી કોન્ટ્રાક્ટર કરૂણેશ ભાનુ ઠુમ્મર (701, અમેજિંગ સ્ટાર, યોગીચોક, સુરત), મુકાદમ પંકજ શંભુપ્રસાદ શાહ (એ-22, હરિદર્શન સોસાયટી, સાયણ, ઓલપાડ), સુપરવાઈઝર પંકજ જગદીશ ઠુમ્મર (રહે. ગણેશ પેલેસ, યોગીચોક)નાઓએ સેફ્ટીના સાધનો સદર કંસ્ટ્રક્શન સાઈટના કોન્ટ્રાક્ટર તેમજ સુપરવાઈઝર તથા મજૂરોના મુકાદમે બેદરકારી દાખવેલ હોવાનું સ્પષ્ટ જણાય આવતાં ત્રણે વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો