સુરતમાં પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ:વિધાનસભા ઇલેક્શનને લઇ પોલીસનું ચેકિંગ, 4 કલાકમાં પોલીસે 689 વિરુદ્ધ કરી કાર્યવાહી

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિધાનસભાના ઇલેક્શનને ધ્યાને રાખી પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બીંગ ડ્રાઈવ યોજાઇ - Divya Bhaskar
વિધાનસભાના ઇલેક્શનને ધ્યાને રાખી પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બીંગ ડ્રાઈવ યોજાઇ

આવનાર વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈ પોલીસ દ્વારા સુરત શહેરમાં સુરક્ષા વ્યવસ્થા બની રહે તેને લઈ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જેને લઈ સુરતના ઝોન 5 પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં સરપ્રાઈઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે ચાર કલાકમાં જ 689 શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે અનેક ગેરકાયદેસર હથિયારો કબ્જે કર્યા હતા અને તેમને વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

ઇલેક્શનને ધ્યાને રાખી પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ
ગુજરાત વિધાનસભા ઇલેક્શનની તારીખો જાહેર થતાની સાથે જ પોલીસની સુરક્ષા વ્યવસ્થાની કામગીરીમાં પણ વધારો થઈ ગયો છે. ઇલેક્શનને લઈ શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે સાથે કાયદો અને વ્યવસ્થા પણ જળવાઈ રહે તે માટે પોલીસ સતત ધ્યાન આપી રહી છે. જે અંતર્ગત સુરત પોલીસ દ્વારા જુદી જુદી રીતે ગુનેગારો અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરી રહ્યું છે. જે અંતર્ગત આજે સુરત શહેરના ઝોન 5ના પોલીસ મથક વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે ચાર કલાક રાંદેર, અમરોલી સહિત જુદા જુદા વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. સાંજે 5થી રાત્રે 9:00 વાગ્યા સુધી પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી.

178 જેટલા પોલીસની ટીમ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું
​​​​​​​
ઇલેક્શનને ધ્યાને રાખીને સુરત શહેર પોલીસની ઝોન 5ની પોલીસ દ્વારા જે સરપ્રાઈઝ કોમ્બિંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી. તેમાં ડીસીપી ,એસીપી,પીઆઇ સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ જોડાયા હતા. આ ડ્રાઈવમાં કુલ 178 જેટલા પોલીસ કર્મચારીઓ સાથે રહીને સરપ્રાઈઝ કોમ્બિંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી એકસાથે ઝોન 5 પોલીસ મથકના જુદા જુદા સંવેદનશીલ વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું હતું. પોલીસે તમામ જુદા જુદા વિસ્તારોમાં એકસાથે સતત ચાર કલાક સુધી તપાસ શરૂ કરી હતી.

ચાર કલાકમાં પોલીસે 689 શખ્સો સામે કાર્યવાહી કરી
ઝોન 5ની પોલીસની જુદી જુદી ટીમો દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી. તેમાં અનેક ગુનેગારો સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમા પોલીસે રાંદેર, અમરોલી સહિત ઝોનના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાંજે 5થી 9 સુધી સરપ્રાઇઝ કોમ્બિંગ યોજાયું હતું. દરમ્યાન પોલીસે નંબર પ્લેટ વગરના વાહનો, M.V. Act-207, G.P.Act 142, G.P. Act-135, N.D.P.S.,પ્રોહી. કેસ, આર્મ્સ એક્ટ, M.C.R./H.S., N.B.W (નોન બેલેબલ વોરન્ટ) વગેરે મળી અલગ અલગ ગુનાના આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે તમામની સામે સરપ્રાઈઝ ચેકિંગ હાથ કરી કુલ- 689 શખ્સો વિરૂદ્ધમાં અલગ અલગ ગુનાવાઇઝ અટકાયતી પગલાની તથા ગુના દાખલ કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત નંબર પ્લેટ વગરના તથા ફોલ્ટી નંબર પ્લેટવાળા કુલ- 74 વાહન ચાલકો વિરૂદ્ધ એમ.વી. એક્ટ 207 હેડ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે. આ સાથે પોલીસે અને અસામાજિક તત્વો પાસેથી ગેરકાયદેસર હથિયારો પણ કબ્જે કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...