તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલ:ચોરીના 81 ગુનામાં જપ્ત કરાયેલું એક કિલો સોનું પાછું લેવા પોલીસે 25 લોકોને બોલાવ્યા, પણ માંડ 5 લોકો જ આવ્યા

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસના બેંક લોકરમાં પડી રહેલા દાગીના ઇન્સ્પેક્શનમાં દેખાતા ભોગ બનનારાને પાછા અપાયા

ઉમરા પોલીસે છેલ્લા 15 વર્ષમાં ચોરી-ચેઇન સ્નેચિંગના 81 ગુનેગારો પાસેથી 1 કિલોથી વધુ સોનાના દાગીના કબજે કરી બેંક લોકરમાં મૂક્યા હતા. પરંતુ આ દાગીના પાછા લેવા માટે તેના માલિકો આવતા ન હતા. પોલીસે આવા 25 લોકોને બોલાવ્યા હતા, જેમાંથી માત્ર 5 જ લોકોએ દાગીના લેવા માટે પોલીસનો સંપર્ક કર્યો હતો. સ્નેચિંગ, ચોરી અને લૂંટ જેવા ગુનાઓમાં આરોપીઓ પકડાતા ઉમરા પોલીસે મુદ્દામાલ રિકવર કર્યો હતો.

જેમાં પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન ઉમરા પીઆઇનું ધ્યાન બેંક લોકરમાં મૂકેલા રિકવર મુદ્દામાલ પર ગયું હતું. જેમાં ઘણા બધા દાગીના હોવાથી તેમણે ડિટેક્ટ થયેલા ગુનાઓનો માલ પરત કરવા માટે લોકોનો સંપર્ક કર્યો હતો.

દાગીના પરત મળતા મહિલાઓએ કહ્યું, ‘અમને લોટરી લાગી ગઈ’

ચેઇન ઝૂંટવાતા વેપારીની પત્ની 1 મહિના સુધી ડિપ્રેશનમાં રહ્યા
વર્ષ 2006માં કાપડ વેપારી કિશનભાઇના પત્ની ગાયત્રીબેન પાસેથી ભટાર નજીક ટોળકી 25 હજારની કિંમતની 3 તોલાની ચેઇન તોડી ગઇ હતી. આ કેસમાં આરોપી મુદામાલ સાથે પકડાયા હતા. ઉમરા પોલીસે સામેથી જાણ કરી ત્યારે ગાયત્રીબેન મુદ્દામાલ છોડાવવા ગયા. ચેઇન મળી જતા મહિલાની ખુશીનો પાર રહ્યો ન હતો સાથે દંપતીએ પોલીસનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

ચેઇન મળી જતા વેપારીએ કહ્યું કે, ‘અમે આશા છોડી દીધી હતી’
ઘોડદોડરોડ પર રહેતા કાપડ વેપારી નીતિનભાઈ ગુપ્તાની પત્નીના ગળામાંથી વર્ષ 2005માં 25 હજારની કિંમતની 4 તોલાની ચેઇન સ્નેચિંગ થઇ હતી. નીતિનભાઇએ જણાવ્યું કે, ‘આરોપી પકડાયા ત્યારે ચેઇન મેળવવા ગયા હતા. પછી અમે ચેઇન મળવાની આશા છોડી દીધી હતી. હવે પોલીસને લીધે અમારી લોટરી લાગી છે. કારણકે આજે 4 તોલાના સોનાનો ભાવ બે લાખ જેટલો છે.

પોલીસને લીધે મારી પત્નીને 16 વર્ષ પછી ચેઇન મળી છે
ન્યુ સિટીલાઇટ આમ્રપાલી સોસાયટીમાં રહેતા ભંવરલાલ ઝવરના પત્ની ઇન્દ્રાબેનની વર્ષ 2005માં 10 હજારની કિંમતની 2 તોલાની સોનાની ચેઇન ઝૂંટવી સ્નેચર ભાગી છૂટ્યા હતાં. ભંવરલાલ જણાવે છે કે,‘તે વખતે અફસોસ થયો હતો પછી અમને આશા હતી કે મળી જશે પરંતુ સમયની ખબર ન હતી. પોલીસે અમને સામેથી બોલાવી ચેઇન છોડાવવા માટે કોર્ટની પ્રોસેસની જાણકારી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...