સુરતના સુંવાલી બીચ પર અવારનવાર સહેલાણીઓના ડૂબી જવાના બનાવો બની રહ્યાં છે. ત્યારે સહેલાણીઓને ભયજનક દરિયામાં અંદર ન જવા માટે પોલીસ દ્વારા જનજાગૃતિ ફેલાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. પોલીસે દરિયા કાંઠે બેનર પણ લગાવીને સહેલાણીઓને સચેત કરવાનું કામ કર્યું છે.
સ્પીકર પર જાહેરાત કરાઈ
હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારના સુંવાલી બીચ પર બનતા ડૂબવાના બનાવો અટકાવવા માટે તાજેતરમાં જ બીચ પર ભયજનક દરિયો હોય પાણીમાં ન્હાવા પડવું નહીં એ મુજબના બોર્ડ મૂકવામાં આવેલા હતા. ત્યારબાદ જનજાગૃતિમાં એક કદમ આગળ વધીને પોલીસ દ્વારા લાઉડ સ્પીકર દ્વારા પણ લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
અવારનવાર ડૂબવાના બનાવો બને છે
સુંવાલી દરિયા કિનારો ઉંચો નીચો ટેકરીવાળો હોવાથી ક્યારે પાણી આવી જાય તેની સહેલાણીઓને ખબર રહેતી નથી. જેથી અવારનવાર સહેલાણીઓ ફસાઈ જવાના કે ડૂબીને મોતને ભેટવાના બનાવો બની રહ્યા છે. ત્યારે આ પ્રકારના બનાવો અટકે તે માટે પોલીસ દ્વારા જનજાગૃતિના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.