દિવાળીએ જ લાંચિયો ઝડપાયો:સુરતના કડોદરાનો પોલીસ ASI કોર્ટમાંથી બાઈક છોડાવવા માટે પોલીસ અભિપ્રાય આપવા 10 હજારની લાંચ લેતા ઝડપાયો

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
દિવાળીના દિવસે જ લાંચ લેતા પોલીસ ASI ઝડપાતા પોલીસ સ્ટેશનમાં ખળભળાટ મચી ગયો. - Divya Bhaskar
દિવાળીના દિવસે જ લાંચ લેતા પોલીસ ASI ઝડપાતા પોલીસ સ્ટેશનમાં ખળભળાટ મચી ગયો.
  • સુરત એસીબીએ છટકું ગોઠવી લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો

સુરતના કડોદરા જીઆઇડીસી પોલીસ સ્ટેશનનો ASI કોર્ટમાંથી બાઇક છોડાવવા માટે પોલીસ અભિપ્રાય આપવા માટે 10 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાય ગયો હતો. દિવાળીના તહેવારના દિવસે જ સુરત ACB એ પીઆઇ ઓફિસમાં છટકું ગોઠવી ASIને રૂપિયા લેતા પકડ્યા બાદ પોલીસ સ્ટેશનમાં ખળભળાટ મચી ગયો હતો. લાંચિયો આરોપી રાજેશભાઇ દલસંગભાઇ ચૌધરી કડોદરા જીઆઇડીસી પોલીસ સ્ટેશન ગ્રામ્યમાં વર્ગ-3 નો કર્મચારી છે.

બાઈક છોડાવવાની અરજીના અભિપ્રાય માટે લાંચ માગી હતી
ACB એ જણાવ્યું હતું કે કડોદરા જીઆઇડીસી પોલીસ સ્ટેશનના એક ગુનોમાં પોલીસે બાઇક જપ્ત કરી હતી. મોટર સાઇકલ છોડાવવા નામદાર કોર્ટમાં અરજી કર્યા બાદ કોર્ટે પોલીસ અભિપ્રાય જણાવ્યું હતું જેને લઈ ASI રાજેશ ચૌધરીએ કોર્ટમાં અભિપ્રાય આપવા માટે મહિલા પાસે 10 હજારની માગણી કરી હોવાની ફરિયાદ ACBને મળી હતી. ફરીયાદીની ફરીયાદના આધારે આજરોજ ACBએ લાંચનું છટકુ ગોઠવ્યું હતું. રાજેશ ચૌધરીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા 10 હજારની લાંચની માંગણી કરી હતી.

લાંચ લેતા રંગેહાથ ઝડપાયો.
લાંચ લેતા રંગેહાથ ઝડપાયો.

આરોપીને ડિટેઈન કરી વધુ તપાસ હાથ ધરાઈ
રાજેશ ચૌધરી લાંચની રકમ સ્વીકારતા પકડાય ગયા હતા.આરોપીને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર કામગીરી કે.આર.સકસેના પો.ઇન્સ. વલસાડ અને ડાંગ એસીબી પો.સ્ટે. વલસાડ તથા મદદમાં ડી.એમ.વસાવા પો.ઇન્સ. વલસાડ અને ડાંગ એ.સી.બી.પો.સ્ટે. વલસાડ તથા એ.સી.બી. સ્ટાફ એ પુરી કરી હતી. તેમજ સુપર વિઝન એન.પી.ગોહિલ મદદનીશ નિયામક, એસીબી સુરત એકમના અંદરમાં કરાયુ હતું.