• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Police Arrested Accused And Filed A Chargesheet In 7 Days, Now Public Prosecutor Has Prepared A List Of 43 Pieces Of Evidence And Submitted It

પાંડેસરા રેપ વિથ મર્ડર કેસ:પોલીસે આરોપીની ધરપકડ કરી 7 દિવસમાં ચાર્જશીટ કરી, તો હવે સરકારી વકીલે 43 પૂરાવાનું લિસ્ટ તૈયાર કરી રજૂ કર્યું

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપીને 4 દિવસમાં જ પકડી પડાયો હતો - Divya Bhaskar
આરોપીને 4 દિવસમાં જ પકડી પડાયો હતો
  • આરોપીએ પોર્ન વીડિયો જોઇને માસૂમ અઢી વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજારી બાદમાં હત્યા કરી હતી
  • 4 નવેમ્બરે બનેલી ઘટનામાં પોલીસે 8 નવેમ્બરે આરોપીની ધરપકડી કરી 7 દિવસમાં તપાસ પૂરી કરી હતી

સુરતના પાંડેસરામાં રેપ વિથ મર્ડરના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને માત્ર સાત દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી દીધી છે. ત્યારે હવે સરકારી વકીલે 43 જેટલા પૂરાવાઓનું લિસ્ટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કર્યું હતું. આ ઉપરાંત આરોપીને કોર્ટમાં હાજર રાખીને ચાર્જફ્રેમની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. હવે આવતીકાલથી આ કેસમાં મહત્ત્વના સાક્ષીઓને બોલાવીને તેઓની જુબાની લઇ કેસની ટ્રાયલ શરૂ કરવામાં આવશે.

વડોદમાં અઢી વર્ષીય બાળકીને અપહરણ કરી બળાત્કાર ગુજાર્યુ હતું
આ કેસની વિગત મુજબ દિવાળીના દિવસે વડોદ ગામમાં રહેતી અઢી વર્ષની બાળકીનું અપહરણ કરીને તેને ઝાડીઝાંખરામાં લઇ જઇને બળાત્કાર ગુજારાયા બાદ તેની હત્યા કરવામાં આવી હતી. 4 નવેમ્બરે બનેલી આ ઘટનામાં પોલીસે 8 નવેમ્બરના રોજ આરોપી ગુડ્ડુકુમાર યાદવની ધરપકડ કરી હતી. પોર્ન વીડિયો જોઇને માસૂમ અઢી વર્ષની બાળકીની સાથે બળાત્કાર અને બાદમાં હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.

આરોપી 5 દિવસના રિમાન્ડ બાદ જેલમાં છે
ચકચારી આ કેસમાં પોલીસે આરોપી ગુડ્ડુના પાંચ દિવસના રિમાન્ડ લીધા હતા અને બાદમાં જેલમાં મોકલી આપ્યો છે. ત્યારે પોલીસે સાત દિવસમાં જ આ કેસની તપાસ પૂરી કરી હતી અને સોમવારે સુરતની કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. આ સાથે જ મંગળવારે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ અલગ અલગ 43 દસ્તાવેજી પૂરાવાનું લિસ્ટ તૈયાર કર્યું હતું અને તેને કોર્ટમાં રજૂ કર્યું હતું. આ સાથે જ આરોપીને પણ કોર્ટમાં હાજર રાખવામાં આવ્યો હતો.

ડોક્ટર સહિતનાની જુબાની લેવાશે
કોર્ટે આરોપીને ગુનો કબૂલ છે કે નહી..? તે પૂછ્યું હતું પરંતુ આરોપીએ ના પાડી હતી, બાદમાં આરોપી ગુડ્ડુકુમારની સામે ચાર્જફ્રેમની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત કોર્ટે આ કેસમાં મેડિકલ તપાસ કરનાર ડોક્ટરો, સીસીટીવી ફૂટેજની સીડી બનાવનારા વ્યક્તિઓની સામે સમન્સ ઇસ્યૂ કરવાની પ્રોસેસ કરી હતી અને તેઓની આવતીકાલે જુબાની પણ લેવામાં આવી હતી.

35 જેટલા મહત્ત્વના સાક્ષીઓ તપાસવામાં આવે તેવી શક્યતા
સરકારી વકીલ નયન સુખડવાલાના જણાવ્યા પ્રમાણે પાંડેસરાના રેપ વિથ મર્ડર કેસમાં મહત્ત્વના 35 જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવશે. આવતીકાલથી જ આ કેસની ટ્રાયલ શરૂ થઇ જશે અને સંભવતઃ એક અઠવાડિયાની અંદર તમામ સાક્ષીઓની જુબાની લઇને આ કેસનો ચૂકાદો પણ આવે તેવી શક્યતા છે.