સુરત / જાહેરનામા ભંગ બદલ પોલીસે 42 આરોપીઓની અટકાયત કરી,112 વાહનો ડિટેઈન કર્યાં

સુરત પોલીસ દ્વારા લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરવા બદલ વાહનો ડિટેઈન કરવામાં આવી રહ્યાં છે.
સુરત પોલીસ દ્વારા લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરવા બદલ વાહનો ડિટેઈન કરવામાં આવી રહ્યાં છે.
X
સુરત પોલીસ દ્વારા લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરવા બદલ વાહનો ડિટેઈન કરવામાં આવી રહ્યાં છે.સુરત પોલીસ દ્વારા લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરવા બદલ વાહનો ડિટેઈન કરવામાં આવી રહ્યાં છે.

  • લોકડાઉનના જાહેરનામા ભંગ બદલ પોલીસની કડક હાથે કામગીરી
  • લોકડાઉનના સમયમાં કુલ 36,752 જેટલા વાહનો ડિટેઈન કરાયા

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 05:15 PM IST

સુરત. વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાઈરસના પગલે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનના અમલીકરણ માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસ દ્વારા આજે 42 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.સાથે જ 112 વાહનો પણ પોલીસ દ્વારા ડિટેઈન કરવામાં આવ્યાં છે. સરકાર દ્વારા લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે તેમ છતાં તેનો અમલ ન કરનાર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

લોકડાઉન દરમિયાન ડ્રોન કેમેરાથી 436 ગુના નોંધાયા

સુરત પોલીસ કમિશનર કચેરીથી જાહેર થયેલા આંકડા મુજબ લોકડાઉન દરમિયાન કુલ 15,061 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. સાથે જ 36752 વાહનો પણ ડિટેઈન કરવામાં આવ્યાં છે. બે મહિનાના સમય ગાળા દરમિયાન પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવતી હતી. જેમાં કુલ 436 કેસ નોંધવામાં આવ્યા છે. સીસીટીવી મારફતે 49 કેસ અને સાયબર ક્રાઈમ હેઠળના કુલ 217 ગુના દાખલ કરવામાં આવ્યાં છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી