ગેરવર્તણૂક:પાંડેસરામાં પાડોશીઓથી ત્રાસેલી હેલ્થ વર્કરે મદદ માંગી તો પોલીસે પણ ભગાવી દીધી

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં કોરોના વોરિયર્સને પરેશાન કરવાની વધુ એક ઘટના સામે આવી છે. પાંડેસરાના ગોવર્ધન નગરમાં કોરોના પોઝિટિવ કેસ આવતા સિવિલ હોસ્પિટલમાં હેલ્થ વર્કર સુધા મિશ્રાને તેના એક પાડોશીએ કહ્યું કે તમારા કારણે જ કોરોના ફેલાય રહ્યો છે. જેથી તમે હોસ્પિટલ નહીં જાઓ. સુધાએ જ્યારે પોલીસ પાસે મદદ માંગી તો પોલીસ જવાનોએ તેને ગાળો આપી કહ્યું કે, તને ઘરમાંથી બહાર નીકળવાની કોઇ જરૂર નથી. જો બહાર નીકળશે તો ભેસ્તાનમાં મુકી આવીશું. સુધા મિશ્રા હાલમાં કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. કેટલાક દિવસ પહેલાં પાંડેસરામાં પોઝિટિવ કેસ આવતા ત્યાંના લોકોને હોમ કોરોન્ટાઇન કરાયા હતા.
આ મામલે સુધાએ જણાવ્યું કે, પાલિકાના કર્મીએ આવીને કહ્યું કે, તમારે ઘરની બહાર નીકળવાનું નથી. મે તેને કહ્યું કે, હું સિવિલ હોસ્પિટલમાં કામ કરૂં છું. ત્યારે મને એલફેલ બોલીને જતો રહ્યો. આ વાત મે પોલીસને જણાવી તો તેમણે પણ એ જ કહ્યું કે, તું બહાર નહીં નીકળ. પાડોશના એક દુકાનદારે પણ પાલિકાના કર્મીઓને કહ્યું કે, સિવિલ હોસ્પિટલ જાય છે કોરોના લઇને આવશે.
મહિલા આવી નથી, તપાસ કરાશે
 આવી કોઇ ઘટના વિશે  મારી પાસે માહિતી નથી. તે મહિલા અમારી પાસે આવી નથી. તેનાથી સંપર્ક કરીને વાત કરીશ. પુરી માહિતી મેળવીને કાર્યવાહી કરાશે. -ડી.કે.પટેલ, પાંડેસરા પીઆઇ

અન્ય સમાચારો પણ છે...