સુરત પોલીસ કમિશનરની અપીલ:સુરતમાં દિવાળીના તહેવારને લઈને પોલીસ એલર્ટ, લોકોએ પણ કઈ તકેદારીઓ રાખવી તે અંગે કમિશનરે માહિતી આપી

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરની અપીલ - Divya Bhaskar
સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરની અપીલ

દિવાળીના તહેવારને લઈને સુરત પોલીસ એલર્ટ છે. શહેરીજનો શાંતિપૂર્ણ માહોલમાં દિવાળીના તહેવારની ઉજવણી કરી શકે તે માટે સુરત પોલીસ સતર્ક થઇ છે. પોલીસ દ્વારા તમામ ઉચ્ચ અધિકારીઓ સહિત તમામ પોલીસ કર્મચારીને પેટ્રોલિંગ સહિતની કામગીરીમાં જોડાયા છે. પોલીસ દ્વારા દિવાળીના તહેવારમાં કેવી કામગીરી કરવામાં આવશે, તેની માહિતી પત્રકાર પરિષદ યોજીને આપી હતી. આ ઉપરાંત લોકોએ પણ શું-શું તકેદારી રાખવી તેની માહિતી આપવામાં આવી હતી.

દિવાળી તહેવારને લઈ પોલીસ તંત્ર એલર્ટ
સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, દિવાળીના તહેવાર નિમિતે કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને તહેવારની ઉજવણી રંગેચગે થાય તે માટે પોલીસ એલર્ટ છે. તમામ ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કર્મચારીઓને વિગતવાર આયોજનપૂર્વક કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે. ગુનાહિત તત્વો સામે કાર્યવાહી કરવા અને સામાન્ય નાગરિકોને પોલીસ તરફથી મદદ અને હુંફ સતત મળે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

પોલીસ કમિશનરે મોટા વેપારીઓ સાથે મિટિંગ યોજી
પોલીસ કમિશનરે દિવાળીના તહેવારને લઈને જવેલર્સ, આંગડીયા પેઢી અને બેંકના અધિકારીઓ સાથે મીટીંગ યોજી હતી અને આ લોકોએ પણ શું-શું તકેદારીઓ રાખવી તેની માહિતી પણ આપી હતી. જે સંવેદનશીલ જગ્યાઓ છે, ત્યાં પોલીસ પોઈન્ટ પણ મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત બજારો અને જાહેર જગ્યાઓ પર ચીલઝડપ કે અન્ય ગુનાઓ ના બને તે માટેની તૈયારીઓ પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત હોટેલ, બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન સહિતના અગત્યના પોઈન્ટ તેમજ વિસ્તારોમાં ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પીસીઆર વાન તેમજ બાઈક પર અને સાયકલ પર પણ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરના ચેક પોસ્ટ પર આવતા જતા વાહનોનું સરપ્રાઈઝ ચેકીગ પણ કરવામાં આવી રહ્યું છે.

એટીએમની આસપાસ પોલીસની ખાસ નજર
બેંક, એટીએમ આજુબાજુના વિસ્તારોમાં ગુનાઓ ના બને તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. પોલીસ કંટ્રોલ રૂમમાં પણ ખાસ ટીમ બનાવી સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત નાઈટ પેટ્રોલિંગ પણ ચુસ્ત કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...