તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:દહેજમાં 10 લાખ ન આપતા પરિણીતાને ઝેર પીવડાવ્યું

સુરત11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પુણામાં રહેતા સાસરિયા સામે ફરિયાદ

પુણામાં રહેતી મૂળ રાજસ્થાનની પરિણીતાને સાસરિયાઓએ દહેજ માટે ત્રાસ આપ્યો હતો. સસરાએ પરિણીતાને ઝેર પીવડાવી દીધું હતું. તેનું સારવાર દરમિયાન મુંબઈમાં મોત થયું હતું. દોઢ મહિના પછી પરિણીતાના ભાઈએ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

મુંબઇ રહેતી મૂળ ઉદયપુરની શીલાના લગ્ન માર્ચ 2020માં દિનેશ પરશુરામ પ્રજાપતિ(રહે. મુક્તિધાન સોસાયટી,પુણા ગામ) સાથે થયા હતા. દિનેશ ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. પરિવારમાં સસરા પરશુરામ અને સાસુ શાંતીબેન સાથે શીલા રહેતી હતી. લગ્નના થોડા દિવસ બાદથી નાની-નાની વાતે સાસરિયાઓ શીલાને ત્રાસ આપતા હતા. પછી ધંધાર્થે શીલાને કહેતા કે તેના પિયરિયાઓ પાસેથી 10 લાખ રૂપિયા આપે.

14 માર્ચના રોજ શીલાએ તેના ભાઈને ફોન કરીને કહ્યું કે સાસરિયાઓએ તેને માર માર્યો છે અને તેના સસરાએ જબરજસ્તી તેના મોઢામાં ઉંદર મારવાની દવા નાખી છે.જોકે તેને સારવાર પણ અપાવી ન હતી. શીલાનો ભાઈ વિનોદ સુરત આવ્યો અને તેને પોતાની સાથે મુંબઈ લઈ ગયો હતો. ત્યાં શીલાની તબીયત લથડતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી. ત્યાં સારવાર દરમિયાન શીલાનું અવસાન થયું હતું. દોઢ મહિના પછી વિનો પ્રજાપતિએ સુરત આવીને પુણા પોલીસ સ્ટેશનમાં શીલાના પતિ,સાસુ અને સસરા સહિતનાઓ વિરુદ્ધ દહેજ મૃત્યુની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો