તપાસ:લોનની ઉઘરાણીના ફોનથી ત્રાસીને DGVCL કર્મીનો ઝેર પી આપઘાત

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક વિવેક - Divya Bhaskar
મૃતક વિવેક
  • વિવેક શર્માએ લોન લીધી ન હોવા છતાં તેને ફોન આવતા હતા

ઓનલાઈન લોન ન લીધી હોવા છતા મેઈલ હેક કરીને લોનની ઉઘરાણી માટે ધમકી ભર્યા મેસેજ આવતા બદનામીના ડરે DGVCLના કર્મચારીએ ઝેર પી આત્મહત્યા કરી હતી. અમરોલી પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે. બીજી તરફે સાઈબર ક્રાઈમ પોલીસે પણ પરિવારની પુછપરછ હાથ ધરી છે.

અમરોલી જલારામ નગર ખાતે રહેતા 30 વર્ષીય વિવેક સુરેશ શર્મા DGVCLમાં લાઈન આસિસ્ટન્ટ હતો. થોડા દિવસ પહેલાં જ તેમનંુ મેલ હેક થઈ ગયું હતું. તેમણે ઓનલાઈન લોન લીધી ન હોવા છતા લોન ભરવા માટે ધમકી ભર્યા મેસેજ આવવા માંડ્યા હતા. એટલું જ નહીં તેના પ્રોફાઈલ ફોટા પર રેપીસ્ટ લખી ધમકીઓ મળી હતી.

સાઈબર હેકરોએ તેના કોન્ટેક્ટ્સ પણ હેક કરી સગા સંબંધીઓને પણ મેસેજ મોકલતા સંબંધીઓના ફોન આવવા માંડ્યા હતા. સમાજમાં બદનામીના ડરે વિવેક શર્માએ 9મી એપ્રિલે મોડી રાત્રે ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વિવેકને તાત્કાલિક સ્મીમેર લઇ જવાયો હતો. જ્યાંથી ખાનગી હોસ્પિટલમાં લઇ જવાતા બુધવારે રાત્રે સારવાર દરમિયાન તનું મોત નિપજ્યું હતું.

પ્રોફાઇલ ફોટા પર રેપિસ્ટ લખી ધમકી અપાઇ
વિવેક શર્માના ભાઈએ જણાવ્યું હતું કે વિવેકને ધમકીભર્યા મેસેજ કરનારા ભેજાબાજોઓ વિવેકનો પ્રોફાઈલ ફોટો પણ સેવ કરી લીધો હતો અને તેની ઉપર એડીટીંગ કરી રેપીસ્ટ લખીને તેમને મોકલ્યો હતો અને બદનામ કરવાની તેમજ બાળકીના રેપ કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી. આ બાબતે વિવેકભાઈ ફરીયાદ પણ આપવાન હતા. પરંતુ સમાજમાં બદનામીના ડરના કારણે તેમણે પગલું ભરી લીધુ હતું. આ બાબતે અમે ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...