આપઘાતના 3 બનાવ:નાના વરાછામાં જૂની ઉઘરાણી ન આવતા મોબાઈલના દુકાનદારનો ઝેર પી આપઘાત

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દુકાનદારે અમરોલી દુકાન પાસે રોડ પર જાહેરમાં ઝેર પીધુ

નાના વરાછામાં મોબાઈલના દુકાનદારે જૂની ઉઘરાણી ન આવતા ઝેર પી આપઘાત કર્યો. દુકાનદારે અમરોલીમાં તેની દુકાન પાસે આ પગલું ભર્યું હતું. નાના વરાછા સ્વાતી સોસાયટીમાં રહેતા મેહુલ ઈટાલીયા(28) અમરોલી છાપરાભાઠા રોડ સ્ટાર ગેલેક્ષી પાસે મોબાઈલની દુકાન ચલાવતા હતા. તેમને મોબાઈલની દુકાનમાં જૂની ઉઘરાણી આવતી ન હતી.

જેના કારણે તેઓ આર્થિક ભીંસ અનુભવતા હતા. આખરે14મેના રોજ સ્ટાર ગેલેક્ષી નજીક નિર્માણાધિન બિલ્ડીંગ પાસે જાહેર રોડ પર દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેની જાણ પરિવારને થતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યાં હતા. જ્યાં સારવાર દરમિયાન મંગળવારે મોત થયુંું હતું. અમરોલી પોલીસે અકસ્માત મોતની નોંધ કરી હતી.

બ્લડ પ્રેશર સહિતની બીમારીથી કંટાળીને પુણાના યુવકનો ફાંસો
બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની બીમારીથી કંટાળીને પુણાના યુવકે ફાંસો ખાઈ લીધો હતો. જૂનાગઢના ગીરગઢડાના વતની અને પુણા ગામ સરગમ સોસાયટીમાં રહેતા રાજ માથાવડીયા(35) લાંબા સમયથી બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની બીમારીથી પીડાતા હતા અને બેકાર હતા.

સોમવારે તેમણે બીમારીથી કંટાળીને પોતાના ઘરમાં ફાંસો ખાઈ લીધો હતો. પુણા પોલીસની પ્રાથમિક તપાસમાં બીમારીથી કંટાળીને પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. બનાવ સંદર્ભે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ડિંડોલીના આધેડનો ઈન્ટરસીટી ટ્રેન નીચે પડતુ મૂકી આપધાત
ડિંડોલી વિસ્તારમાં રહેતા આધેડે ભેસ્તાન અને ઉધના વચ્ચે ઈન્ટરસીટી ટ્રેન સામે પડતુ મૂકી જીવન ટૂંકાવી લીધું હતું ડિંડોલી જલારામનગર સોસાયટીમાં રહેતા મુરલીધર જીવનભાઈ સૌનાવણે (46)એ સોમવારે રાત્રે અગિયાર વાગ્યાના આરસામાં ભેસ્તાન અને ઉધના રેલવે સ્ટેશન વચ્ચે ઈન્ટરસીટી ટ્રેન સામે પડતુ મુકી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. બનાવ સંદર્ભે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...