• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Poe Did Not Register A Crime Against The Developers Of The Buildings That Obstructed The Runway. HC's Notice To The Commissioner

કામગીરી:રનવેને નડતરરૂપ બિલ્ડિંગોના ડેવલપર્સ સામે ગુનો ન નોંધતા પો. કમિશનરને HCની નોટિસ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં કુલ 48.89 ઇંચ વરસાદ
  • શહેરમાં સવારે છૂટાછવાયાં ઝાપટાં બાદ વિરામ

એરપોર્ટ રનવે માટે ઓબ્સ્ટેકલ યાદીમાં મુકાયેલાં વેસુના 27 પ્રોજેક્ટના 102 બિલ્ડિંગના વિવાદી ભાગને સુરક્ષાના ધોરણે દૂર કરી કોમ્પલાયન્સ રિપોર્ટ રજૂ કરવાના હાઇકોર્ટના આદેશ સામે રહીશોએ રિવ્યૂ પીટીશન કરી છે. ત્યારે આ કેસમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા કોર્ટમાં એક સોગંદનામુ કરાયું હતું કે, લેટેરેલ ડેવિએશનની સાથે બિલ્ડિંગને અપાયેલી એનઓસી મુજબ હયાત બિલ્ડિંગ ભ‌ળતી જગ્યાએ જ નિર્માણ કરાયાં છે.

જે અંગે પીટીશનરે ગઇ તા. 04-03-2021ના રોજ ડુમસ પોલીસ મથકમાં અરજી કરી ડેવલપર્સે બોગસ પુરાવાના આધારે એનઓસી મેળવી હોવાના આરોપ સાથે તેમની સામે ગુનો દાખલ કરવા માંગ કરી હતી. જોકે લાંબા સમય સુધી આ અરજી ‘તપાસ‌ ચાલુ છે’ના બહાના હેઠળ પડી રહી હોવાની સાથે પુરાવા આપ્યા છતાં એફઆઇઆર નોંધવામાં આવી ન હતી.

પીટીશનરે વિવિધ આરોપ સાથે ડુમસ પોલીસ તથા ઉચ્ચ અધિકારીઓએ વિરૂદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં સિવિલ એપ્લિકેશન કરી ઉત્તરપ્રદેશના લલિતા કુમારી ચુકાદાનો હનન થયો હોવાનું જણાવી કોર્ટ ઓફ કન્ટેમ્પટની કાર્યવાહીની દાદ માંગી હતી.

આ અરજી સંદર્ભે શુક્રવારે હાઇકોર્ટે ડુમસ પોલીસ સામે નોટિસ ઇશ્યુ કરી હતી. ભાંબુરકરે હાઇકોર્ટમાં કહ્યું કે, ડુમસ પોલીસ મથકના પીઆઇ એપી સોમૈયા, પીએસઆઇ આરકે દેસાઇ, ડીસીપી ઝોન-4 પન્ના મોમાયા અને પોલીસ કમિશનર તોમરની સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી થવી જોઈએ. જેથી શુક્રવારે જજ એ.જે. દેસાઇની કોર્ટે પોલીસ સામે નોટિસ ઇશ્યુ કરવા આદેશ કર્યો હતો.

હવે 26 ઓક્ટોબરે હાઇકોર્ટમાં ફરી સુનાવણી
આ વિવાદિત મુદ્દે અમદાવાદના વિશ્વાસ ભાંબુરકરે રિટ પિટીશન કરી હતી. જેમાં એરપોર્ટ ઓથોરિટીએ હાઇકોર્ટમાં એફિડેવિટ કરી બિલ્ડિંગ સ્પોટ મિસમેચ હોવાનું ધ્યાને મુક્યું હતું. ઓથોરિટીએ વિવિધ પુરાવા પણ રજૂ કર્યા હતા, જેમાં ડેવલોપરે એનઓસી માટે ખોટા કાગળો રજૂ કર્યા હોવાનું દર્શાવાયું હતું. જેથી ડેવલપર્સ સામે ફોજદારી ગુનો બને છે કે નહીં તે માટે વિશ્વાસ ભાંબુરકરે ડુમસ પોલીસને અરજી કરી હતી. આ અંગે વધુ સુનાવણી આગામી 26 ઓક્ટોબરે હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...