કાર્યક્રમ:જ્વેલરી વેલ્યુએડિશન મશીનરી વિકસાવવા વડાપ્રધાનની સૂચના

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હીરા વેપારીઓ સાથે PMની કોન્ફરન્સ થઈ

એક્સપોર્ટને વધારવાના લક્ષ્યાંક સાથે એસઆરટીપીસ,(સિન્થેટિક એન્ડ રેયોન એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ) જીજેઈપીસી (જેમ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ) અને શહેરના હીરા ઉદ્યોગકારો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમા શહેરના પણ ઘણા બધા ઉદ્યોગકારો જોડાયા હતા. આ કોન્ફરન્સમાં નરેન્દ્ર મોદીએ ચીનના ભારતીય એમ્બેસેડરને જેમ એન્ડ જ્વેલરીમાં વેલ્યુ એડિશન કરતી મશીનરી બનાવવા સૂચન કરતા કહ્યું હતું કે, ચીન પાસે આધુનિક ટેક્નોલોજી અને મશીનરી હોવાથી જ્વેલરી મેન્યુફેક્ચરિંગ અને વેલ્યુ એડિશનમાં તે ખુબ આગળ નીકળી ગયું છે.

જો ભારતમાં જેમ એન્ડ જ્વેલરી સેક્ટરમાં વેલ્યુ એડિશન વર્ક માટે ટેક્નોલોજી અને ઇન્ડિજિનિયસ મશીનરી ડેવલપ કરવામાં આવે તો ચીનને ભારતથી જોરદાર સ્પર્ધા મળી શકે છે. ભારતનો એક્સપોર્ટ કઇ રીતે વધી શકે તે માટે યોજાયેલી કોન્ફરન્સમાં 20 દેશોના ભારતીય એમ્બેસેડર, વાણિજ્ય મંત્રી, ઇકોનોમિક સલાહકાર સહિતના અગ્રણીઓ જોડાયા હતા. જોકે,આ કોન્ફરન્સમાં સુરતના ઉદ્યોગકારોની રજુઆતો સાંભળવા માટે પીએમએ સમય આપ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...