15 લાખનો ધૂમાડો:કતારગામ GIDCમાં પેવમેન્ટ બનાવવા પણ PMC સોંપાશે

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકામાં સેંકડો ઇજનેરો હોવા છતાં સામાન્ય કામો માટે કન્સલ્ટન્ટ નિમી 15 લાખનો ધૂમાડો

પાલિકા પાસે પ્રોજેક્ટ સહિતના ખર્ચા કાઢવામાં ફાંફાં પડતાં ધડાધડ વેરો વધારી દોવાયો છે પણ ખર્ચા ઘટાડવાના કોઈ પ્રયાસ કરાતા નથી. એટલું જ નહીં પીએમસી પાછળ પણ આડેધડ ખર્ચા કરાઈ રહ્યા છે. કતારગામ જીઆઇડીસીમાં સિમેન્ટ કોંન્ક્રીટ પેવમેન્ટ સહિતનું કામ, ફુટપાથ, સાઇડ કોંક્રીટ ગટર માટે 14.70 લાખનો પીએમસી પાછળ ધુમાડો કરાશે.

પાલિકામાં 1 લાખથી વધુના પગારદાર ઇજનેરો-અધિકારીઓની ફૌજ હોવા છતાં મોડલ રોડ હોય કે ગાર્ડન, બ્રિજ, સમિતિ સ્કૂલો, ફાયર સ્ટેશનો માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી (પીએમસી)નો જ આગ્રહ રખાય છે. કન્સલ્ટન્સી, એજન્સીઓને રોકવા કરોડો રૂપિયાનું આંધણ કરાય છે.

આવી સર્વિસીસ તો પાલિકાના જ ઘણાં રિટાયર્ડ અધિકારીઓ જ ચલાવી રહ્યાં છે. જવાબદારીઓમાંથી છટકવા પીએમસી કરાય છે પરંતુ પાલિકા સામાન્ય કામોમાં પણ કન્સલ્ટન્સી નિમી રહી છે. કતારગામ જીઆઇડીસીમાં કોંન્ક્રીટ પેવમેન્ટ, ફુટપાથ, સાઇડ કોંક્રીટ ગટર, ટ્રાફિક મેઝર્સ વગેરે માટે 14.70 લાખનો ધુમાડો કરી પીએમસી રોકવા માટે કતારગામ ઝોન દ્વારા ટેન્ડર પણ જારી કરી દેવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...