સુરત સત્તાનો સંગ્રામ LIVE:PM નરેન્દ્ર મોદી સભા સંબોધશે, ચૂંટણીનો ઝંઝાવાતી પ્રચાર, ભાજપ-કોંગ્રેસ અને આપના દિગ્ગજો મેદાનમાં

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
સભાઓ અને રેલીઓ દ્વારા નેતાઓ મતદારોને આકર્ષવા પ્રયત્નો કરી રહ્યાં છે. - Divya Bhaskar
સભાઓ અને રેલીઓ દ્વારા નેતાઓ મતદારોને આકર્ષવા પ્રયત્નો કરી રહ્યાં છે.

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીને હવે 10 દિવસ જેટલો સમય બાકી રહ્યો છે. તેમાં પણ પ્રચારને તો અઠવાડિયું જ બાકી રહ્યું છે. ત્યારે મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે ઉમેદવારો એડિચોટીનું જોર લગાવી રહ્યાં છે. બીજી તરફ ભાજપ-કોંગ્રેસ અને આપના દિગ્ગજો પણ મેદાનમાં ઉતરી ગયાં છે. સ્ટાર પ્રચારકોની ફોજની સાથે સાથે ભાજપમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નવસારીમાં સભાને સંબોધિત કરશે. સાથે જ કોંગ્રેસમાંથી રાહુલ ગાંધી સહિતના નેતાઓ અને આપમાંથી સંજયસિંઘ જેવા નેતાઓ સભાઓ સંબોધીને મતદારોને રિઝવવા માટે પ્રયાસો કરી રહ્યાં છે.

ભોજપુરી સ્ટાર અને સાંસદે પોતાના અંદાજમાં સભાને સંબોધી હતી.
ભોજપુરી સ્ટાર અને સાંસદે પોતાના અંદાજમાં સભાને સંબોધી હતી.

રવિ કિશને સટાસટ્ટી બોલાવી
સુરતની મુલાકાતે આવેલા ગોરખપુરના સાંસદ અને ભોજપુરી ફિલ્મના સુપરસ્ટાર અભિનેતા રવિ કિશને ડિંડોલી જકાત નાકા ખાતે ઉત્તર ભારતીયોની સભાને સંબોધિત કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે મને એવું લાગતું નથી કે હું અહીં છુંગુજરાતમાં.તેમણે હાજર લોકોને યોગ્ય નેતૃત્વની ખાતરી આપી અને કહ્યું હતું કે મોદીજીના હૃદયમાં ગુજરાત વસે છે.તેમણે કહ્યું હતું કે ભાજપની સરકાર હોય તો વિકાસ શક્ય છે. રવિ કિશને વધુમાં જણાવ્યું હતું કે લિંબાયત વિધાનસભાના ઉમેદવાર સંગીતા પાટીલને જંગી બહુમતીથી જીતાડવા માટે તેમણે ઉત્તર ભારતીયો પાસેથી પ્રતિજ્ઞા લીધી હતી.ઉત્તર પ્રદેશના ગોરખપુરના સાંસદ અને ફિલ્મ અભિનેતા રવી કિશન સુરતના પ્રવાસે છે અને તેઓએ સોસીયો સર્કલ ખાતે એલાયન્સ હાઉસની મુલાકાત પણ લીધી હતી.

અશોક ગેહલોતે કોંગ્રેસની કમાન સંભાળી
રાજસ્થાન ના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું હતું કે,27 વર્ષથી બીજેપી સરકાર છે આઝાદી સતત ચૂંટણી જીતવાથી જે રીતે શાસન થઈ રહ્યું છે તે જોઈ ને દુ:ખ થઈ રહ્યું છે કેમ કે, કોરોના ફેલાયું હતું વિશ્વમાં મહામારી વખતે ગુજરાત ફેલ થઈ ગયું હતું અહીં ની સરકાર હતી તે પૂરા ગુજરાતની બદનામી કરી છે કેમ કે, લાંબી લાંબી લાઈનો લાગી હતી કેટલાય લોકો મરી ગયાં એમાં ઘણાં લોકો નો જીવ બચી શક્યો હોત, નકલી દારુ થી ઘણાં લોકો માર્યા ગયાં કોઈ કાર્યવાહી નહીં થઈ, અને હમણાં મોરબી દૂર્ઘટનામાં 135 લોકો ના મરણ થયાં અમે ત્યાં જઈ ને હોસ્પિટલોમાં મુલાકાત લીધી ઈજાગ્રસ્તો ને મળ્યાં સ્મશાન ઘાટ ગયાં ત્યાં પ્રાર્થના સભા ચાલતી હતી તેમ છતાં અમે સરકારની આલોચના નહીં કરી પણ અમે એટલું જ કહ્યું કે સરકારે હાઈકોર્ટ ના સિટિંગ જડજ ની અહીંયા નિષ્પક્ષ તપાસ કરાવો કે જેથી ખબર પડે કે કોની ભૂલ, બેદરકારી હતી. તેના રિપોર્ટ આધારે પછી કાર્યવાહી કરી શકાય. એ પણ અહીં ની સરકારને મંજુર નથી. તમે વિચારી શકો કે પરિસ્થિતિ ઘણી ગંભીર રહી છે હિંદુસ્તાનની ઇતિહાસમાં પહેલી વાર જોવા મળ્યું કે આખે આખી સરકાર મંત્રી મંડળ મુખ્યમંત્રી સહિત દરેક ને એક સાથે બદલી દેવામાં આવી હોય એવું ઉદાહરણ આઝાદી પછી ક્યારેય જોવા નથી મળ્યું!

સંજયસિંઘનો રોડ શો
આપ પાર્ટીએ પ્રચાર માટે સુરતમાં નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીના રાજ્ય સભા સાંસદ સંજયસિંઘ સુરત આવ્યા હતા. રવિવારે વરાછા અને ઓલપાડ વિધાનસભા વિસ્તારમાં રોડ શો કર્યો હતો. ઓલપાડ વિધાનસભામાં સુદામા ચોકથી શરૂ થયેલ રોડ શો વીઆઇપી સર્કલ ખાતે પૂર્ણ થયો હતો. જ્યારે સાંજે વરાછા વિધાનસભામાં મીનીબજાર માનગઢ ચોક સરદાર ચોકથી શરૂ થયેલ રોડ શો હીરાબાગ ખાતે પૂર્ણ થયો હતો.

પોલીસ બંદોબસ્ત વધારાયો
વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ શહેરમાં ઠેક-ઠેકાણે પોલીસની સાથે આર્મી અને એસઆરપીના જવાનો જોવા મળી રહયા છે. બીજી તરફ પોલીસની રસ્તાઓ પર તેમજ ચેક પોસ્ટ હાજરી હોવાને કારણે ગુનેગારોમાં એક ખૌફ જોવા મળી રહયો છે એટલું જ નહિ પોલીસની હાજરીને કારણે ગુનાખોરીમાં પણ મોટો તફાવત જોવા મળી રહયો છે. ટૂંકમાં પોલીસની રસ્તાઓ પર વાહન ચેકિંગથી લઈ ફુટ પેટ્રોલિંગ તેમજ જ્યા ગુનાઓ સૌથી વધારે બને છે તેવી જગ્યાઓ પર ખાસ ચેકિંગ અને કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે ગયા મહિના કરતા આ મહિનામાં ગુનાખોરીમાં 55 ટકા ઘટાડો જોવા મળી રહયો છે. પોલીસે 15 દિવસમાં અટકાયતી પગલા, પાસા, તડીપાર, વોન્ટેડ આરોપી સહિત 14539 આરોપીઓની ધરપકડ કરી છે.

યોગીચોકમાં બીએસએફ ગોઠવાઈ
સરથાણા કિરણ ચોક પાસે આપના ઉમેદવારની સભામાં કોઈ યુવકે ખુરશી ઉછાળતા મોડીરાતે મામલો તંગ થયો હતો. આથી રોષે ભરાયેલા ટોળાએ ભાજપના ઉમેદવાર પ્રફુલ પાનસેરીયાના કાર્યાલય પર પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. હાલમાં આ ઘટનામાં આપ કે ભાજપ બન્ને કોઈ ફરિયાદ આપી નથી. માત્ર સરથાણા પોલીસે જાણવા જોગ નોંધ કરી છે. બીજી તરફ બન્ને જગ્યાઓ પર પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે ઉપરાંત બીએસએફની એક કંપની પણ ત્યાં તૈનાત કરી દેવામાં આવી છે. જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને, શનિવારે મોડીરાતે સરથાણા કિરણ ચોક પાસે આમ આદમી પાર્ટીના ઉમેદવાર રામ ધડુકની સભા ચાલતી હતી. આ સભામાં કોઈ યુવકે ખુરશી ઉછાળતા મામલો તંગ થયો હતો. આ સમયે સરથાણા પોલીસ પણ તૈનાત હતી. મામલો વધુ તંગ નહિ બને તે માટે પોલીસે યુવકને ત્યાંથી રવાના કરી દીધો હતો. જેના કારણે આપના કાર્યકરો પોલીસને ઘેરી લીધી હતી. આ ઘટનાની જાણ થતા શહેરભરમાં પોલીસનો કાફલો સરથાણા પહોંચી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...