• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • PM Modi Joins Virtually, Says Surat District Model Has The Potential To Become An Agricultural Model For The Whole Of India

સુરતમાં પ્રાકૃતિક કૃષિ સંમેલન:PM મોદી વર્ચ્યુઅલી જોડાયા, કહ્યું- સુરત જિલ્લાના મોડેલમાં સમગ્ર ભારતનું કૃષિ મોડેલ બનવાની ક્ષમતા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રાકૃતિક ખેતી થકી જમીનની ગુણવત્તા, તેની ઉત્પાદકતા અને રક્ષણ માટે નિમિત્ત બનવા આહવાન કર્યું. - Divya Bhaskar
પ્રાકૃતિક ખેતી થકી જમીનની ગુણવત્તા, તેની ઉત્પાદકતા અને રક્ષણ માટે નિમિત્ત બનવા આહવાન કર્યું.
  • ગામડાં માત્ર પરિવર્તન લાવી શકતા નથી, પણ પરિવર્તનનું નેતૃત્વ પણ કરી શકે છેઃ મોદી
  • સુરત જિલ્લાના 693 ગામોની 556 ગામ પંચાયત દીઠ 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી માટે સંકલ્પબદ્ધ

સુરતના આંગણે આયોજીત ‘પ્રાકૃતિક કૃષિ સંમેલન’ને વર્ચ્યુઅલ સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશનો એક વર્ગ માનતો હતો કે, ગામડાઓમાં પરિવર્તન લાવવું સરળ નથી, પરંતુ ડિજિટલ ઈન્ડિયા મિશનની સફળતાએ આ માન્યતાનો છેદ ઉડાડી દીધો છે. આ જ રીતે સુરત જિલ્લાના ગામડાઓ અને જાગૃત કિસાનોએ સાબિત કર્યું છે કે, ગામડાઓ માત્ર પરિવર્તન લાવી શકતા નથી, પણ પરિવર્તનનું નેતૃત્વ પણ કરી શકે છે. સુરત જિલ્લાના મોડેલમાં સમગ્ર ભારતનું કૃષિ મોડેલ બનવાની ક્ષમતા છે. પ્રાકૃતિક ખેતી એ ધરતી અને ગૌમાતા, પર્યાવરણ-પ્રકૃતિની સેવા છે એમ જણાવી પ્રધાનમંત્રીએ પ્રાકૃતિક ખેતી થકી જમીનની ગુણવત્તા, તેની ઉત્પાદકતા અને રક્ષણ માટે નિમિત્ત બનવા આહવાન કર્યું હતું

આવનારા સમયમાં મોટા ફેરફારોનો આધાર બનશે
નરેન્દ્ર મોદી વધુમાં જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત કાળમાં પ્રાકૃતિક કૃષિ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને જીવનશૈલી સહિત અનેકવિધ મોડેલ પર આગવું આયોજન કર્યું છે, જે આવનારા સમયમાં મોટા ફેરફારોનો આધાર બનશે. સૌના સાથ અને સૌના વિકાસ'ની ભાવના સાથે આઝાદીના અમૃત્ત કાળમાં દેશની ગતિ-પ્રગતિનો આધાર 'સૌના પ્રયાસની ભાવના' છે, જે દેશની વિકાસયાત્રાનું નેતૃત્વ કરી રહી છે એમ વડાપ્રધાનએ સ્પષ્ટપણે જણાવ્યું હતું

પ્રાકૃતિક કૃષિને જન આંદોલન બનાવવા બીડું ઉઠાવ્યું
સુરત જિલ્લા વહીવટીતંત્રએ સુવ્યવસ્થિત આયોજન કરીને પ્રાકૃતિક કૃષિને જન આંદોલન બનાવવા બીડું ઉઠાવ્યું છે એ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે રોલ મોડેલ બનવાની ક્ષમતા ધરાવે છે. સુરત જિલ્લાના 693 ગામોની 556 ગ્રામ પંચાયતોમાંથી કુલ 41700 ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિને અપનાવીને વિષમુક્ત ખેતીના નવા અધ્યાય તરફ ડગ માંડ્યા છે, ત્યારે હીરા ઉદ્યોગની ચમકથી વિશ્વ સ્તરે ઝળહળતું સુરત હવે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રમાં પણ દેશને દિશા ચીંધશે એવો વિશ્વાસ વડાપ્રધાનશ્રીએ વ્યક્ત કર્યો હતો.

સમિતિઓનું ગઠન કરી રૂટ લેવલ પર માઈક્રો પ્લાનિંગ
સુરતના જાગૃત પ્રશાસકો, જન પ્રતિનિધિઓએ ગ્રામ, તાલુકા અને જિલ્લા સ્તરે સમિતિઓનું ગઠન કરી રૂટ લેવલ પર માઈક્રો પ્લાનિંગ કર્યું, કૃષિ નિષ્ણાતો અને ટ્રેનરોના અવિરત માર્ગદર્શન, તાલીમ અને શ્રેણીબદ્ધ વર્કશોપ યોજી ગામડાઓ ખૂંદયા, જેનું પરિણામ સૌની સામે છે, અને સુરતે એ સાબિત કર્યું કે, લક્ષ્ય પ્રાપ્તિ માટે દ્રઢ ઈચ્છા શક્તિ વડે સંકલ્પ કરવામાં આવે તો સફળતા અવશ્ય મળે છે એમ જણાવી સુરતના તંત્રવાહકોને આ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

મુખ્યમંત્રી પણ હાજર રહ્યા.
મુખ્યમંત્રી પણ હાજર રહ્યા.

પ્રકૃતિ અને પર્યાવરણની સંરક્ષણ સાથે ગૌમાતાનું પણ જતન
માનવજીવન અને આરોગ્ય, સમાજ અને આપણી આહારચર્યા કૃષિ વ્યવસ્થા આધારિત હોવાનું જણાવતાં વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું કે, ભારત હંમેશાથી સ્વભાવ અને સંસ્કૃતિ થકી કૃષિ આધારિત દેશ રહ્યો છે. ધરતી માતાને ઝેરમુક્ત અને ગુણવત્તાયુક્ત રાખવાની આપણી સૌની સહિયારી જવાબદારી છે. પ્રાકૃતિક ખેતી કરનારો ખેડુત ધરતીમાતાની સેવા કરી રહ્યો છે. પ્રકૃતિ અને પર્યાવરણની સંરક્ષણ સાથે ગૌમાતાનું પણ જતન થશે. પ્રાકૃતિક ખેતી એ ખુશાલીની સાથે સર્વે ભવન્તુ સુખીનઃની ભાવનાને પણ સાકારિત કરે છે. આજે સમગ્ર વિશ્વમાં શુધ્ધ ખાનપાન વિશે ચર્ચાઓ થાય છે ત્યારે ભારત સદીઓથી તેનું નેતૃત્વ કરી રહ્યો છે. આપણા શાસ્ત્રોમાં પણ પરંપરાગત પ્રાકૃતિ આધારિત કૃષિનો અનેરો મહિમા વર્ણવાયો હોવાનું તેમણે જણાવ્યું હતું.

રાજ્યપાલના ઉમદા પ્રયાસોથી પ્રાકૃતિક ખેતીની ઝુંબેશ ગામેગામ પહોંચી
વિશ્વમાં કેમિકલ ફ્રી કૃષિ ઉત્પાદનોની લોકપ્રિયતા દિનપ્રતિદિન વધી રહી હોવાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, દેશમાં વધુ ને વધુ કિસાનો પ્રાકૃતિક ખેતી પ્રતિ જાગૃત બને એ માટે છેલ્લા આઠ વર્ષથી કેન્દ્ર સરકાર દ્વારા નિરંતર પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે આ સંદર્ભે ગુજરાતના રાજ્યપાલશ્રીની સરાહના કરતા કહ્યું કે, આચાર્ય દેવવ્રતજીએ જાતે પ્રાકૃતિક ખેતી કરી તેના અદ્દભુત પરિણામોને સામાન્ય કિસાનો સુધી પહોંચાડ્યા. રાજ્ય સરકારના સહયોગ અને રાજ્યપાલના ઉમદા પ્રયાસોથી પ્રાકૃતિક ખેતીની ઝુંબેશ ગામેગામ પહોંચી ચૂકી છે.

મોટી સંખ્યામાં લોકો જોડાયા.
મોટી સંખ્યામાં લોકો જોડાયા.

‘નમામિ ગંગે પ્રોજેક્ટ’ સાથે પ્રાકૃતિક કૃષિને સાંકળી
વડાપ્રધાનએ ‘નમામિ ગંગે પ્રોજેક્ટ’ સાથે પ્રાકૃતિક કૃષિને સાંકળી છે, પ્રાકૃતિક ખેતી કરનારા ખેડુતોને વધુ ભાવો મળી શકે તે માટે નેચરલ ફાર્મિગ પેદાશોનું પ્રમાણિકરણ માટેની સીસ્ટમ પણ બનાવી છે. જેથી વિદેશોમાં સારી કિંમતે કૃષિપેદાશો એકસપોર્ટ થઈ રહી હોવાનું તેમણે કહ્યું હતું. વૈજ્ઞાનિકો, સ્વૈચ્છિક સંસ્થાઓ, એન.જી.ઓ. આગળ આવીને ખેડુતોને કેવીરીતે તાકાતવર બનાવી શકાય તે માટેના પ્રયાસો કરવાનો અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલએ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ પર્વે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય દેશભરમાં કૃષિ ક્ષેત્રે રોલ મોડલ બનશે. રાજ્યપાલએ આ પ્રસંગે કૃષિ અને કિસાનની ઉન્નતિ તેમજ દેશની આર્થિક સમૃદ્ધિ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આઝાદી બાદ દેશની ખાદ્યાન્નની જરૂરિયાત પૂરી પાડવા હરિત ક્રાંતિ સ્વરૂપે પ્રાકૃતિક કૃષિ અપનાવવી એ સમયની માંગ હતી. દેશના કૃષિ વૈજ્ઞાનિકોએ આ માટે પ્રશંસનીય કાર્ય કર્યું હતું જેનાથી દેશ ખાદ્યાન્ન ક્ષેત્ર સ્વાવલંબી બન્યો. પરંતુ હવે રાસાયણિક કૃષિના દુષ્પરિણામ સામે આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...