તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એસએમસીની નાટ્ય સ્પર્ધામાં 25 વખત અને ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીની નાટ્ય સ્પર્ધામાં 15 વખત બેસ્ટ એક્ટિંગનો એવોર્ડ મેળવનાર સુરતના જાણીતા નાટ્યકાર વસંત ઘાસવાલાનું 88 વર્ષે કોરોનાથી અવસાન થયું છે. વસંત ઘાસવાળાએ પોતાની લાંબી કારકિર્દી દરમિયાન સુરતની પાંચ પેઢીના કલાકારો-દિગ્દર્શકો સાથે કામ કર્યું અને તેમના જીવનના અંતિમ સમય સુધી રંગભૂમિ પર સક્રિય રહ્યા.
તેમણે અનેક નાટકોમાં કામ કર્યું, જે પૈકી મૃગજળનું સગપણ, હું તમે ને મસ્તરામ, આગગાડી, લોપ-અલોપ, રાક્ષસ, રાજભોગ, ધૂમ્રસેર, મિલીના ઘર તરફ, વહાલના વારસદાર વગેરે મુખ્ય છે. ગઈકાલે મધ્યરાત્રીથી તેમની તબિયત લથડી હતી અને તેમણે વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા હતા. આજે મોડી બપોરે એમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ દુઃખદ સમાચાર બાદ સુરતના તમામ નાટ્યકર્મીઓ ઊંડા શોકમાં ગરકાવ થઇ ગયા હતા.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.