આગામી 18થી 20 એપ્રિલ દરમ્યાન સરસાણા કન્વેનશનલ સેન્ટર ખાતે યોજાનાર નેશનલ સ્માર્ટ સિટી સમિટમાં ઇલેકટ્રીક વ્હીકલ વાહનોને પ્રોત્સાહન આપવામાં આવશે. ઇવેન્ટમાં ક્યાંય પણ પ્લાસ્ટીકનો ઉપયોગ કરવામાં આવશે નહીં.આ સ્માર્ટ સિટી સમિટ સૌથી અનોખી અને નવીન હશે. સમિટમાં ગુજરાતી સંસ્કૃતિનું પ્રતિબંબ પાડતું શેરી આર્કિટેક્ચર અને ચોકની ઐતિહાસિક ઇમારતો આકર્ષણનું કેન્દ્ર રહેશે. તેમજ સમિતમાં આઇટીની ટીમ દ્વારા અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. નોંધનીય છે કે, આ સ્માર્ટ સિટી સમિટમાં દેશના 100 શહેરોના ડેલીગેટ્સ આવનાર છે.
ઉપરાંત 11થી વધુ મંત્રી પણ આવનાર હોવાથી સમિટને સફળ બનાવવા પાલિકાએ એડીચોટીનું જોર લગાવ્યું છે. છેલ્લા બે અઠવાડિયાથી આ સમિટને લઇને દૈનિક બેઠકોનૌ દોર થઇ રહ્યો છે. મોટાભાગના કર્મચારીઓને વિવિધ પ્રકારની કામગીરીમાં સોંપી દેવાઇ છે. કાર્યક્રમમાં કોઇ પણ કચાશ નહિં રહે તે માટે તમામ પાસાંઓનું ધ્યાન રાખવામાં આવી રહ્યું હોવાનો પાલિકાનો દાવો છે.
મહેમાનો માટે 49 ઇ-બસ, 5 ઇ-કાર મુકાશે
મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ સમિટની વિગતોમાં જણાવ્યું હતું કે, આ સમિટમાં મહેમાનો માટે 49 ઇલેકટ્રિક બસ, 5 ઇલેકટ્રિક કાર અને ઇ-બાઇકો સાથે સ્થળ ઉપર પબ્લિક બાઇસિકલ શેરિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. એટલું જ નહીં સમગ્ર ઇવેન્ટ પ્લાસ્ટીક ફ્રી હશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.