હવાના પ્રદુષણને નાથવા માટે ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીને વધુ પ્રોત્સાહન મળે તે માટે સબસીડી જાહેર કરવામાં આવી હતી. જે અંતર્ગત સુરત આરટીઓ દ્વારા વર્ષ 2022માં 12171 વાહનોને સબસીડી રૂપે 27 કરોડ, 19 લાખ, 98 હજાર, 600 રૂપિયા ચુકવવામાં આવ્યા છે.
ઈ - વિહિકલ સીટી તરીકે સુરતને મળશે નવી ઓળખ
હવાનું પ્રદુષણ નાથવા માટે સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી વધે તે માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમજ ઇલેક્ટ્રિક વાહનોની લોકો ખરીદી વધુ કરે તે માટે ગુજરાત સરકારના બંદરો અને ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા સબસીડી જાહેર કરવામાં આવી હતી. આ સબસીડી અંતર્ગત સુરત આરટીઓએ છેલ્લા 1 વર્ષ દરમ્યાન એટલે કે જાન્યુઆરી 2022થી લઈને ડિસેમ્બર 2022 સુધીમાં 12171 વાહનોને સબસીડી રૂપે 27.19 કરોડ ચૂકવવામાં આવ્યા છે. ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી વધે તે માટે સરકાર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હવાનું પ્રદૂષણ સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. જેને લઈને લોકો વધુમાં વધુ ઈલેક્ટ્રોક વાહનોનો ઉપોયગ કરતા થાય તે માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને સુરત શહેર ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીમાં રાજયમાં પ્રથમ ક્રમે આવ્યું છે.
ક્યાં વાહનોને સબસીડી ચૂકવાઈ
મોટર સાયકલ - 9737
મોટર કાર- 1825
ઓટો રીક્ષા - 609
સમગ્ર રાજ્યમાં ઈ - વિહિકલ રજીસ્ટ્રેશનમાં સુરત પ્રથમ
ઇન્ચાર્જ આરટીઓ મેહુલ ગજ્જરે જણાવ્યું હતું કે, ઈલેક્ટ્રીક વાહનોના વપરાશથી પ્રદુષણ ઓછું થાય છે. તેમજ રનીંગ કોસ્ટ પણ ઘણી ઓછી આવે છે. સુરત જીલ્લો સમગ્ર રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનની ખરીદીમાં પ્રથમ ક્રમાંકે છે. તેમજ ઇલેક્ટ્રિક વાહનોની નોંધણીમાં પણ પ્રથમ ક્રમાંકે છે. તે ખુબ જ નોંધનીય બાબત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.