વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. રાજકિય પક્ષો દ્વારા કમર કસવામાં આવી છે. ત્યારે સમાજની માગોને લઈને પાટીદાર અનામત આંદોલન સમિતી પણ ફરી ચર્ચામાં આવી છે. પાસના અલ્પેશ કથીરિયા સહિતના આગેવાનો દ્વારા "સરદાર સંકલ્પ આંદોલન સમિતિ"ના નેજા હેઠળ "સરદાર સન્માન સંકલ્પ યાત્રા" ની જાહેરાત કરવામાં આવી છે. સરદાર સાહેબના ગૌરવને ઉજાગર કરવા તથા અમદાવાદમાં સરદાર સ્ટેડિયમના બદલાયેલા નામને લઈને અપમાન થયુ છે તેવી લાગણી સાથે ફરી સરદાર સાહેબનું નામ આપવા સહિતની માગ સાથે બે દિવસીય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતથી સરદાર સ્ટેડિયમ સુધી યોજાનારી યાત્રામાં લોકોને જોડવા માટે આહ્વાન કરવામાં આવશે.
મોટેરા સ્ટેડિયમના બદલાયેલા નામનો વિરોધ
થોડા સમય પેહલા જ અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ મોટેરાનું નવીનીકરણ થયું હતું. આ નવીનકરણ થતાં જ તેમના નામની જગ્યા પર હાલના વડાપ્રધાનના નામથી આ સ્ટેડિયમનું નામકરણ કરી દેવામાં આવ્યું હતું. દેશના લોખંડી પુરુષ શિલ્પી વિશ્વવિખ્યાત ભારતરત્ન સરદાર સાહેબ માટે અપમાન જનક બાબત છે.સરકારને કે તંત્રને વડાપ્રધાન પ્રત્યે એટલો જ આદર અને પ્રેમ હોય તો ગુજરાતના અન્ય જિલ્લામાં આનાથી પણ વિશાળ સ્ટેડિયમનું નિર્માણ કરી તેનું નામ વડાપ્રધાનના નામથી નામકરણ કરે તેનો કોઈને વિરોધ ન હોય શકે. પરંતુ જે રાષ્ટ્રપુરુષનું આ દેશની એકતા અને અખંડિતતા માટે અમૂલ્ય યોગદાન આપ્યુ છે. તેના નામથી ચાલી આવતા સ્ટેડિયમનું નવીનીકરણ કરતાં અચાનક નામકરણ કરી હયાત વડાપ્રધાનનું નામ તેની સાથે જોડી સરદાર સાહેબનું અપમાન કરવાનો કોઈને અધિકાર નથી.ત્યારે ફરીથી આ સ્ટેડિયમનું નામકરણ માત્રને માત્ર સરદાર સાહેબના નામ સાથે જ જોડાયેલ રહે તેવી લોકમાંગને લઈને આ વાત સરકાર સમક્ષ પહોચાડવાના હેતુસર આ યાત્રાનું આયોજન કરાયું હોવાનું પત્રમાં લખાયું છે.
યાત્રાનો રૂટ
કામરેજ ચાર રસ્તા સવારે 10.30 કલાકે
વરાછા વિસ્તાર (સુરત)સવારે 11.00 કલાકે
માનગઢ ચોક (સુરત)સવારે 11.30 કલાકે
અંકલેશ્વર બપોરે 1.30 કલાકે
ભરૂચ બપોરે 2.30 કલાકે
કરજણબપોરે 3.00 કલાકે
વડોદરા બપોરે 4.00 કલાકે
આણંદ સાંજે 5.00 કલાકે
કરમસદ સાંજે 6.00 કલાકે
13 જૂનને સોમવાર
કરમસદ 11 કલાકે પ્રસ્થાન
વડતાલ રોડ સવારે 11.30 કલાકે
નડિયાદ બપોરે 12.00 કલાકે
ખેડા બપોર 12.30 કલાકે
નારોલ ચોકડી બપોરે 1.30 કલાકે
રિંગ રોડ બપોરે 2.30 કલાકે
મોટેરા સ્ટેડીયમ (ગેટ નં.1) બપોરે 3.00 કલાકે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.