ઉદ્યોગકારો દ્વારા માંગ:‘સોલાર-વિન્ડ પાવરથી ઉદ્યોગોમાં 100% પાવર વપરાશ થાય તેવી યોજના બનાવો’

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સચિન ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશને ઊર્જા મંત્રીને રજૂઆત કરી

સોલાર ઉર્જા અને વિન્ડ પાવર યોજના દ્વારા ઈન્ડસ્ટ્રીયલ એચ.ટી પાવર કનેક્શન ધરાવતા ઉદ્યોગોમાં 100 ટકા પાવર વપરાશ થઈ શકે તેવી યોજના બનાવવા ઉદ્યોગકારો દ્વારા માંગ કરાઈ છે. સચિન જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશને ઉર્જા મંત્રી કનુ દેસાઈને પત્ર લખી રજૂઆત કરી હતી. તેમને પત્રમાં જણાવ્યું કે, સચિન જીઆઈડીસીમાં 2250 ઓદ્યૌગિક એકમો કાર્યરત છે.

ઈન્ડસ્ટ્રીયલ એચ.ટી પાવર કનેક્શન ધરાવતા ઉદ્યોગોમાં સોલાર ઉર્જા પ્રોજેક્ટ દ્વારા જે 50 ટકા પાવર વપરાશનું નોટીફિકેશન સરકાર દ્વારા અમલમાં મુકાયુું છે. જેમાં સુધારો કરી ઈન્ડસ્ટ્રીયલ એચ.ટી પાવર કનેક્શનમાં ઉદ્યોગોને સોલાર ઉર્જા અને વિન્ડ પાવર યોજના દ્વારા 100 ટકા પાવર વપરાશ કરી શકે તેવી યોજના બનાવવામાં આવે.

સચિન જીઆઈડીસી એસોસિએશન સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ મહેન્દ્ર રામોલિયાએ કહ્યું હતું કે, ‘છેલ્લાં ઘણા સમયથી થર્મલ પાવર પ્લાન્ટમાં પણ વીજળીની ઘટ છે, રોજબરોજ કોલસાના ભાવમાં થઈ રહેલા વધારાને કારણે જે ઉદ્યોગોમાં કોલસાનો મહત્તમ વપરાશ થઈ રહ્યો હતો તે ઉદ્યોગો પર અસર થઈ છે. બીજી તરફ ઓદ્યૌગિક એકમોમાં વપરાતો કોલસો અને ગેસ પણ મોંઘો પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...