તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

39મી પીઠાવાલા ટ્રોફી:6 વિકેટે જીતી પીઠાવાલા સ્પોર્ટ્સ ક્લબ ચેમ્પિયન

સુરત6 દિવસ પહેલા
  • કૉપી લિંક

પીઠાવાલા સ્ટેડિયમ ભીમપોર ખાતે યોજાયેલી 39મી પીઠાવાલા ઇન્વિટેશન ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પીઠાવાલા સ્પોર્ટ્સ ક્લબ 6 વિકેટે જીત હાંસલ કરી ચેમ્પિયન બની છે. ફાઇનલ મેચ દીપલી સ્પોર્ટ્સ ક્લબ સાથે રમાઈ હતી જેમાં દીપલીની ટીમે ટોસ જીત પ્રથમ બેટિંગ કરતા 176 રનમાં ઓલઆઉટ થઈ હતી જેમાં વિપુલ પટેલે સર્વાધિક 41 રન કર્યા હતા.

બોલિંગમાં પીઠાવાલા તરફથી રવિન્દ્ર વાઘેલાએ 4 તેમજ કૃષાંગ અને ઉમંગે પટેલે 2-2 લીધી હતી. પીઠાવાલાની ટીમે 4 વિકેટ ગુમાવી આ ટાર્ગેટ પૂરો કરી લીધો હતો. પીઠાવાલા તરફથી પિયુષ તન્વરે સર્વાધિક 80 અને પવિત્ર પટેલે 47 રન કર્યા હતા. દિપલી તરફથી દિનેશ પટેલે 2 વિકેટ લીધી હતી.

પીઠાવાલા સ્પોર્ટ્સ ક્લબના એક્ઝિક્યુટિવ ટ્રસ્ટી બિરેનભાઈ પીઠાવાલાએ વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરી હતી. ફાઇનલ મેચ નિહાળવા માટે ક્લબના સિનિયર સભ્યો તેમજ અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી 7 એપ્રિલથી પીઠાવાલા સ્પોર્ટ્સ ક્લબ ખાતે ટી-20 ટૂર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો