ચહેરા પર પીંપલ થતા હોવાથી હતાશ થઈ પાંડેસરાની 22 વર્ષીય કોલેજીયન યુવતીએ ફિનાઈલ પી અને હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સિવિલ હોસ્પિટલમાં મેડિસીન વિભાગના રેસીડેન્ટ તબીબે 2 કલાક સુધી તેને દાખલ કરી ન હતી. સીએમઓએ એમઆરડી નંબરના આધારે કેસ કઢાવી દર્દીને દાખલ કરાવી હતી.
ચહેરા પર ઈન્ફેક્શન હોવાથી યુવતી તણાવમાં રહેતી
પાડેસરામાં રહેતી 22 વર્ષીય યુવતી બીકોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. છેલ્લા 2 વર્ષથી તેને પીંપલ્સ અને ચહેરા પર ઈન્ફેક્શન હોવાથી યુવતી તણાવમાં રહેતી હતી. શનિવારે યુવતીએ પોતાના ઘરે ફિનાઈલ પી લીધું હતું અને ત્યાર બાદ હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી યુવતીને સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી.
રેસીડેન્ટ તબીબો દ્વારા ઉદ્ધત વર્તન કરવામાં આવે છે.
સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા પરિપત્ર જારી કરવામાં આવ્યો છે કે ટ્રોમાં સેન્ટરમાં ઈમરજન્સીમાં સારવાર માટે આવેલા દર્દીને જે તે વિભાગના તબીબો જો સમયસર દાખલ ન કરે તો મેડિકલ ઓફિસરે દર્દીને દાખલ કરાવવું. પરંતુ પરિપત્ર હોવા છતા જ્યારે પણ સીએમઓ દાખલ થયા વિના રઝડતા દર્દીને દાખલ કરાવે ત્યારે રેસીડેન્ટ તબીબો દ્વારા ઉદ્ધત વર્તન કરવામાં આવે છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે આ બાબતે રેસીડેન્ટ તબીબ સામે પગલા ભરવામાં આવશે.
રેસીડેન્ટ તબીબે CMO સાથે ગેર વર્તણૂંક કરી કેસ પેપર આપવાનો ઈનકાર કરી દીધો
મેડિસીન વિભાગના રેસીડેન્ટ તબીબે 2 કલાક સુધી તેને દાખલ કરી ન હતી. જેથી ટ્રોમાં સેન્ટરમાં ફરજ પર હાજર સીએમઓએ તેને દાખલ કરવા માટે રેસીડેન્ટ તબીબ પાસે દર્દીનો કેસ પેપર માંગ્યો હતો. પરંતુ રેસીડેન્ટ તબીબે ગેર વર્તન કરી કેસ પેપર આપવાનો ઈનકાર કરી દેતા વિવાદ સર્જાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.