કોરોના ઇફેક્ટ:લોકડાઉન અને વોરિયર્સ પર વિદ્યાર્થીઓએ બનાવ્યા ચિત્રો, તમામ સ્પર્ધકોને ઈ-સર્ટીફિકેટ આપવામાં આવ્યા

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જીવનજયોત ટ્રસ્ટ દ્વારા લોકડાઉન 4 દરમિયાન કોવિડ-૧૯ અંતર્ગત ઓનલાઇન ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ભારતમાંથી કુલ 767 કૃતિઓ આવી હતી. તેમજ શારજાહ દુબઇથી પણ કૃતિઓ આવી હતી.  સ્પર્ધામાં  10 વિજેતાઓ સહિત તમામ સ્પર્ધકોને ઈ-સર્ટીફિકેટ આપવામાં આવ્યા હતા. 
શટડાઉનઃ કોરોનાને કારણે માસ્ક પહેરવું ફરજિયાત થઈ ગયંુ છે. માસ્કથી કોરનાનું સંક્રમણ અટકે છે તેથી દુનિયાના તમામ લોકો હાલ માસ્કની પાછળ લોક છે. અને માસ્ક વ્યક્તિને લોક કરી કોરોનાના સંક્રમણથી તેને બચાવી રહ્યુ છે. - બીજ મહેતા
સેલ્યુટ ટુ કોરોના વોરિયર ઃ ચિત્રમાં કોરોના વોરિયર ડોકટર, નર્સ, પોલીસ, મીડિયાકર્મીઓ પોતાના જીવનને જોખમમાં મુકીને દરેક ભારતીયોને બચાવી રહ્યા છે. તો આવા સમયમાં ઘરમાં રહીને લોકડાઉનનું પાલન કરવાનો મેસેજ આ ચિત્ર થકી આપ્યો છે. - નિધિ

અન્ય સમાચારો પણ છે...