તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:સુરતના સરદાર બ્રિજ ઉપર માંસ ભરેલો પીકઅપ ટેમ્પો પલટ્યો, ગૌમાંસ હોવાનું સામે આવતા ક્રાઈમ બ્રાંચે તપાસ આદરી

સુરત8 દિવસ પહેલા
વિરવિખેર થયેલું માંસ દૂર કરી ફાયર વિભાગની મદદથી બ્રિજ સાફ કરવામાં આવ્યો.
  • ટેમ્પોમાં ગૌમાંસ હોવાનું સામે આવતાં ડ્રાઈવરને ઝડપી લેવાયો

સુરત શહેરના ગુજરાત ગેસ સર્કલથી અઠવાગેટ તરફ જતા સરદાર બ્રિજ ઉપર આજે વહેલી સવારે પીકઅપ ટેમ્પો પલટી ગયો હતો. આશ્ચર્યની વાત એ હતી કે ટેમ્પોમાં ગૌમાંસ હોવાની શંકા ઊભી થઈ હતી.જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં ગૌમાંસ હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવતાં ક્રાઈમ બ્રાંચે વધુ તપાસ હાથ ધરી ટેમ્પોના ડ્રાઈવરને ઝડપી લીધો છે.

ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો
પીકઅપ ટેમ્પોનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ઘટના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા ડેપ્યુટી પોલીસ કમિશનર ભાવના પટેલ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા .માંસનો જથ્થો ખૂબ મોટા પ્રમાણમાં રસ્તા ઉપર વિખરાયેલ જોવા મળતા ફાયર વિભાગને જાણ કરીને તેને સાફ કરી દેવામાં આવ્યો હતો. તેમજ માંસને ટેમ્પોમાં ભરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરાવી હતી.બાદમાં ક્રાઈમબ્રાંચે ચક્રોગતિમાન કરીને ટેમ્પોના ચાલકને ઝડપી લીધો હતો.

ગૌમાંસ હોવાથી તપાસ શરૂ કરાઈ
ઉમરા પીઆઇ કે.બી. ઝાલાએ જણાવ્યું કે,વહેલી સવારે સરદાર બ્રિજ પર ઘટના બની હતી. પીકઅપ ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો છે તેમજ એફ.એસ.એલ.માં મોકલીને બ્રિજ ઉપર જે માંસ મળ્યું છે, તે ગૌવંશ છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. જો કે બાદમાં ગૌવંશ હોવાનું માલૂમ પડતા વધુ તપાસ હાથ ધરાઈ છે.

ગૌરક્ષકો ભારે રોષ જોવા મળી રહ્યો છે
સમગ્ર ઘટનાને લઇને ગૌરક્ષકો ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગાયનું કતલ કરવું એ ગેરકાયદેસર હોવા છતાં પણ કેટલાક લોકો તેને ઉપરવટ જઇને કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. તાજેતરમાં જ લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં ગૌમાંસ વેચાતો હોવાની જાણ ગૌરક્ષકોને થતા 150 કિલો કરતાં પણ વધુ ગૌમાંસ જ ઝડપી પાડ્યું હતું. સુરતમાં કેટલાક વિસ્તારોમાં ગૌમાંસ કતલખાનામાંથી લાવીને વેચવાની પ્રવૃત્તિ ચાલી રહી છે તેને લઈને ગૌરક્ષકો નારાજગી જોવા મળી રહી છે. પોલીસે આ બાબતે ગંભીરતાથી લઈને ગાયને કતલખાને લઇ જવાતા રોકવી તેમજ ગૌમાંસ વેચાણ બંધ થાય તેના માટે સખ્તાઇપૂર્વકની કામગીરી કરવી જરૂરી છે.