શિક્ષણ:પીજીની ત્રણ ગવર્નમેન્ટ કોલેજોને મંજૂરી ન અપાઈ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેનેટ સભ્યએ કહ્યું, શહેરના શિક્ષણ માફિયાઓને માત્ર ખાનગી કોલેજોને જોડાણ આપવામાં જ રસ છે

નર્મદ યુનિવર્સિટીની સિન્ડિકેટે વાંકલ, સોનગઢ અને ઉચ્ચછલની પોસ્ટ ગ્રેજ્યુએટની સરકારી કોલેજોને મંજૂરી નહીં આપતા સેનેટ સભ્ય ડો. ભાવેશ રબારીએ વાંધો ઉઠાવ્યો છે. રબારીએ આક્ષેપ પણ કર્યો હતો કે સિન્ડિકેટની બેઠકમાં શિક્ષણ માફિયાઓને માત્ર ખાનગી કોલેજોને જ જોડાણ આપવામાં જ રસ છે.

રબારીએ કહ્યું હતું કે સિન્ડિકેટની બેઠકમાં શિક્ષણ માફિયાઓ ખાનગી કોલેજોને જ મંજૂરી આપી રહ્યા છે. જેને કારણે ગરીબ અને મધ્યમ વર્ગ સાથે આદિવાસી વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને ઊંચી ફી ભરી ખાનગી કોલેજોમાં પ્રવેશ લેવાની નોબત આવી છે. છેલ્લી 2 સિન્ડિકેટ બેઠકમાં 14 ખાનગી કોલેજોને મંજૂરી આપવામાં આવી છે, પણ 3 સરકારી કોલેજોને મંજૂરી અપાઈ નથી.

સિન્ડિકેટમાં ફરી સરકારી કોલેજની બાબત મૂકાશે
ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડો. જયદીપ ચૌધરીએ કહ્યું હતું કે એક સરકારી કોલેજમાં અધ્યાપકનો અને અન્ય બે સરકારી કોલેજોના આચાર્યએ પીજીના વિદ્યાર્થીઓ નહીં ફાળવવા રજૂઆત કરી હતી. પણ શનિવારે તે બે કોલેજોના આચાર્યોએ જોડાણ આપવા અરજી કરી છે. જેથી આ બાબત ફરી સિન્ડિકેટમાં મૂકાશે.

અન્ય સમાચારો પણ છે...