તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભેદ ઉકેલાયો:સુરત નજીક સચીન પલસાણા ટી પોઈન્ટ નજીકથી પેટ્રોલ-ડિઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું, ટેન્કરમાંથી ચોરી કરનાર 43 લાખના મુદ્દામાલ સાથે ચાર ઝડપાયા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પેટ્રોલ ડિઝલ ટેન્કરમાંથી ચોરતા ચાર આરોપીને ઝડપી લેવામાં આવ્યાં છે. - Divya Bhaskar
પેટ્રોલ ડિઝલ ટેન્કરમાંથી ચોરતા ચાર આરોપીને ઝડપી લેવામાં આવ્યાં છે.
  • બે ટેન્કરમાંથી પેટ્રોલ અને ડિઝલ કાઢનારને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યાં

સુરત નજીક સચીન પલસાણા ટી પોઇન્ટ પાસે અનમોલ નગર ગાયત્રી નર્સરીની પાછળથી પેટ્રોલ-ડિઝલ ચોરીનું કૌભાંડ ઝડપી લેવામાં આવ્યું છે. બ્લોક નં.228, 229માં આવેલા જૂના ખંડેર બાંધકામવાળી ખુલ્લી જગ્યામાં ટેન્કરમાંથી ડિઝલ-પેટ્રોલ ચોરી કરતા ચાર ઇસમોને 43 લાખથી વધુના મુદ્દામાલની સાથે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બાતમીના આધારે પોલીસે રેડ કરીને સમગ્ર ચોરીનું કૌભાંડ ઝડપી લીધું હતું.
બાતમીના આધારે પોલીસે રેડ કરીને સમગ્ર ચોરીનું કૌભાંડ ઝડપી લીધું હતું.

બાતમીના આધારે આરોપી ઝડપાયા
બાતમીના આધારે બોધાભાઇ લક્ષ્મણભાઇ ભરવાડ નામનો ઇસમ તેના સાગરીતોની સાથે ભેગા મળીને હજીરા તરફથી આવતી ઇન્ડિયન ઓઇલ કંપનીના ટેન્કરોના ડ્રાઇવરોના મેળાપીપણામાં ટેન્કરમાંથી પેટ્રોલ અને ડિઝલની ચૌરી કરવાનું કૌભાંડ ચલાવતાં હતાં. સચીન પલસાણા ટી પોઇન્ટ પાસે અનમોલ નગર ગાયત્રી નર્સરીની પાછળ જુના ખંડેર બાંધકામવાળી ખુલ્લી જગ્યામાં ચાલી રહેલ છે અને હાલમાં પણ ઇન્ડીયન ઓઇલ કંપનીના બે ટેન્કરોમાંથી પેટ્રોલ અને ડિઝલ કાઢવાનું કામ ચાલુ હોય છે. જેથી પોલીસે ટીમ બનાવી સફળ આયોજન કરી રેડ કરતા આરોપીઓને ઝડપી લેવાામં આવ્યાં હતાં.

ઘટના સ્થળેથી પેટ્રોલ ડિઝલ ચોરીને ભરવા માટેના ગરણા અને કેરબા મળી આવ્યાં હતાં.
ઘટના સ્થળેથી પેટ્રોલ ડિઝલ ચોરીને ભરવા માટેના ગરણા અને કેરબા મળી આવ્યાં હતાં.

પકડાયેલા આરોપીઓ

  • તુફાની હરીલાલ બિદ, ઉ.વ.45, પંપો.ટ્રક ડ્રાઇવર, રહે.ઘર ને.એ/17, શ્રદ્ધા સૌસાયટી, નવાગામ ડિંડોલી, સુરત અને મૂળવતન દાઉદપુરગામ, થાણા.મછલીશહર, જી.જોનપુર, ઉત્તરપ્રદેશ
  • બોધાભાઇ લમણભાઇ ભરવાડ (ઉ.વ.35) રહે.ભરવાડ ફળીયુ, રામ ક્રિષ્ણ કોલોની, કાપોદ્રા, સુરત શહેર મુળ.મોણપર ગામ તા.વલ્લભીપુર જી.ભાવનગર
  • સુજાઉદીન અબ્દુલકલામ મંડલ ઉં,વ 24 રહે.બીલ્ડીંગ નં.117,રૂમ ને,13,સ્લમ બોર્ડ, સચીન, સુરત શહેર મુળ.બોધાઇ ગામ થાના.મડાના જી.ઉત્તર ચોબીશ પરગના કલકત્તા
  • સુરેન્દ્રકુમાર અજીતભાઇ ચૌધરી ઉં,વ 26 ધંધો.ક્લીનર રહે.ઉમરવાવ નજીક ગામ તા.ડોલવણ જી,વ્યારા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો