તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખો વિરોધ:સુરતમાં 'ગાડી વેચવાની છે'ના બેનરો સાથે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો 'આપ' દ્વારા વિરોધ

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગાડી રસ્તા પર મુકી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ. - Divya Bhaskar
ગાડી રસ્તા પર મુકી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ.
  • સ્કૂલ ફીનો પણ વિરોધ કરવામાં આવ્યો

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને લઇને ગરીબ અને મધ્યમ વર્ગની કમર તૂટી રહી છે. આમ આદમી પાર્ટીના યુવા સંઘના કાર્યકર્તાઓ દ્વારા સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં બેનરો લઇને વિરોધ નોંધાવ્યો હતો. અણુવ્રત દ્વાર, અડાજણ, ભાગળ ચાર રસ્તા વિસ્તારમાં આપના યુવા કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને ગયા છે તેવા સમયે ગાડીમાં પેટ્રોલ ભરાવા કરતા તેને વેચી દેવી વધુ સારી છે એવા પ્રતિકાત્મક રીતે આપે વિરોધ નોંધાવ્યો હતો.

પેટ્રોલના ભાવને કારણે સામાન્ય જનતા ત્રસ્ત થઈ
પેટ્રોલ-ડિઝલના વધતા ભાવને કારણે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે. રોજ કમાવીને ખાવાની સ્થિતિ પેટ્રોલના ભાવ વધારાને કારણે ખુબજ દયનીય બની છે. સોને પાર પહોંચી રહેલા પેટ્રોલના ભાવને કારણે સામાન્ય જનતા ત્રસ્ત થઈ ગઈ છે. ટ્રાન્સપોર્ટેશન પર ધરખમ વધારો થતાં હવે અન્ય ચીજ વસ્તુઓમાં પણ નોંધનીય રીતે વધારો દેખાઈ રહ્યો છે જેને કારણે મધ્યમ વર્ગનું જીવન અઘરું થઈ ગયું છે.

આમ આદમી પાર્ટીના યુવા સંઘના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરાયો.
આમ આદમી પાર્ટીના યુવા સંઘના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરાયો.

સરકાર લોકોને રાહત આપવામાં નિષ્ફળ થઇ હોવાનો આક્ષેપ
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આજે ગાડી વેચવાની છે એ પ્રકારના બેનરો સાથે વિરોધ નોંધાવીને લોકો સુધી પોતાનો મેસેજ વહેતો કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ પણ પ્રકારનો ઘટાડો કરી શકતી ન હોવાથી તેઓ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાહત આપવામાં નિષ્ફળ થઇ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.

સ્કૂલ ફીનો પણ વિરોધ કરવામાં આવ્યો.
સ્કૂલ ફીનો પણ વિરોધ કરવામાં આવ્યો.

ફી વધારાને લઇને પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ફી વધારાને લઇને પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. કોરોનાને કારણે લોકોની આવક ઉપર માઠી અસર થઇ છે જ્યારે બાળકોને શાળામાં સ્કૂલ ફી ભરી શકાય તેવી કેટલાક પરિવારોને સ્થિતિ ન હોવા છતાં પણ શાળાના સંચાલકો કોઈપણ પ્રકારનો ઘટાડો કર્યા વગર ફી વસુલી રહ્યા છે. ઘણી સ્કૂલોમાં તો જ્યાં સુધી બાળકોની ફી ન ભરે ત્યાં સુધી તેમનું રિપોર્ટ કાર્ડ પણ આપવામાં આવતું નથી.

અણુવ્રત દ્વાર, અડાજણ, ભાગળ ચાર રસ્તા વિસ્તારમાં વિરોધ કરાયો.
અણુવ્રત દ્વાર, અડાજણ, ભાગળ ચાર રસ્તા વિસ્તારમાં વિરોધ કરાયો.