• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Retired BSF Personnel In Surat Provide Free Training To Poor And Middle Class Youth, 50 Selected In Police Recruitment So Far

ધરતીનું ઋણ અદા:સુરતમાં નિવૃત્ત BSF જવાન ગરીબ અને મધ્યમવર્ગીય યુવાનોને આપે છે વિનામૂલ્યે ટ્રેનિંગ, અત્યાર સુધીમાં પોલીસ ભરતીમાં 50 સિલેક્ટ

સુરત10 દિવસ પહેલા
2018માં યતીનભાઇ બીએસએફમાંથી નિવૃત્ત થયા બાદ ટ્રેનિંગ આપી રહ્યા છે.
  • યુવાનોએ આર્મીમાં જવા માંગતા વિદ્યાર્થીઓને યોગ્ય ટ્રેનિંગ અને માર્ગદર્શન માટે બી-ફૌજી ગ્રૂપ બનાવ્યું

પોલીસ, આર્મી, બીએસએફ સહિતની સરકારી નોકરીઓ માટે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. ટ્રેનિંગ માટે હજારો રૂપિયાની ફી ઉઘરાવવામાં આવી રહી છે. ત્યારે અનેક યુવાનો ખાનગી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની કોચિંગ ફી ભરી શકતા નથી. આવા ગરીબ અને મધ્યમવર્ગીય યુવાનો માટે સુરતમાં ઉત્રાણના નિવૃત્ત બીએસએફ જવાન યતીન આણંકર વિનામૂલ્યે ટ્રેનિંગ આપી ધરતીનું ઋણ અદા કરી રહ્યા છે. એટલું જ નહીં પણ એમની ટ્રેનિગથી પીએસઆઇ અને કોન્સ્ટેબલની પોલીસ ભરતીમાં 50 યુવક-યુવતી સિલેક્ટ થયા છે.

નિવૃત્ત ફોજી જવાનોના હસ્તે ધ્વજવંદન કરાવે છે
યતીન આહેકર ઉ.વ. 44 (રહે ઉત્રાણમાં સુખદેવ સોસાયટી) એ જણાવ્યું હતું કે છાપરાભાઠામાં યતીન બાબુરાવ રહેતા અર્પિત પ્રજાપતિ, ઝીલ વરીયાવા અને ઉદય કારડિયાએ આર્મીમાં જવા માટે થનગની રહ્યા હતા. યોગ્ય ટ્રેનિંગના અભાવે તેઓ આર્મીમાં જઇ શક્યા ન હતા, તેથી આ યુવાનોએ આર્મીમાં જવા માંગતા વિદ્યાર્થીઓને યોગ્ય ટ્રેનિંગ અને માર્ગદર્શન માટે બી-ફૌજી ગ્રૂપ બનાવ્યું હતું. તેઓ સ્વાતંત્ર્ય દિન અને પ્રજાસત્તાક દિને નિવૃત્ત ફોજી જવાનોના હસ્તે ધ્વજવંદન કરાવે છે.

50 જેટલા ઉમેદવારો પીએસઆઇ અને કોન્સ્ટેબલની ફિઝિકલ પરીક્ષામાં પાસ થઇ ગયા.
50 જેટલા ઉમેદવારો પીએસઆઇ અને કોન્સ્ટેબલની ફિઝિકલ પરીક્ષામાં પાસ થઇ ગયા.

નિઃશુલ્ક ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યુ
વર્ષ 2018માં યતીનભાઇ બીએસએફમાંથી નિવૃત્ત થયા હતા. તેમને ધ્વજવંદન સમારોહમાં બોલાવવામાં આવ્યા હતા. અર્પિત, ઝીલ અને ઉદય સામાન્ય ઘરના હોવાથી તેઓ નોકરીના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢીને યુવાનોને ટ્રેનિંગ આપતા હતા. તેથી યતીને પણ બી-ફોજી ગ્રૂપમાં નિઃશુલ્ક ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યુ હતું. બી-ફૌજી ગ્રૂપની શરૂઆતમાં ટ્રેનિંગ લેનાર યુવક અને યુવતીની સંખ્યા ખૂબ ઓછી હતી. ધીમે-ધીમે ટ્રોનિંગ લેનાર સભ્યોની સંખ્યા વધવા માંડી હતી.

ખાનગી ગ્રાઉન્ડ અને ગાર્ડનમાં ટ્રેનિંગ આપવાના કારણે મુશ્કેલી.
ખાનગી ગ્રાઉન્ડ અને ગાર્ડનમાં ટ્રેનિંગ આપવાના કારણે મુશ્કેલી.

450થી વધુ યુવક-યુવતીને ટ્રેનિંગ આપી
બી-ફૌજી ગ્રૂપ દ્વારા અત્યાર સુધીમાં 450થી વધુ યુવક-યુવતીને ટ્રેનિંગ આપવામાં આવી છે. હાલમાં 50 જેટલા ઉમેદવારો પીએસઆઇ અને કોન્સ્ટેબલની ફિઝિકલ પરીક્ષામાં પાસ થઇ ગયા છે. ફિઝિકલ પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ લેખિત પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. BSFમાંથી નિવૃત્ત થયેલા અને ગરીબ બાળકોને ટ્રેનિંગ આપતા યતીન આહેકર નોકરી દરમિયાન નવા ભરતી થયેલા યુવાનોને ટ્રેનિંગ આપતા હતા. તેઓ પાંચ વર્ષ સુધી મહારાષ્ટ્રના લાતુરમાં બી.એસ.એફ. ટ્રેનિંગ સેન્ટરમાં યુવાનોને ટ્રેનિંગ આપી છે. તમને પાચ વર્ષ ટ્રેનિંગનો બહોળો અનુભવ છે.

ઉત્રાણના નિવૃત્ત બીએસએફ જવાન યતીન આણંકર વિનામૂલ્યે ટ્રેનિંગ આપી ધરતીનું ઋણ અદા કરી રહ્યા છે.
ઉત્રાણના નિવૃત્ત બીએસએફ જવાન યતીન આણંકર વિનામૂલ્યે ટ્રેનિંગ આપી ધરતીનું ઋણ અદા કરી રહ્યા છે.

ખાનગી ગ્રાઉન્ડ અને ગાર્ડનમાં ટ્રેનિંગ આપે છે
યતીનભાઇએ જણાવ્યું હતું કે અમે હાલમાં ખાનગી ગ્રાઉન્ડ અને ગાર્ડનમાં ટ્રેનિંગ આપીએ છીએ. મનપાના ગાર્ડનમાં રનિંગ ટ્રેક પર બ્લોક ફિટ કરવામાં આવે છે. બ્લોક પર દોડવાથી પગમાં ઝટકા લાગે છે. તેથી લાંબા ગાળે પગના સાંધાની તકલીફ થવાની સંભાવના છે. માટીના રનિંગ ટ્રેકવાળું ગ્રાઉન્ડ ટ્રેનિંગ માટે ફાળવવામાં આવે તો સુરતના વધુ ઉમેદવારો સિલેક્ટ થઇ શકે છે. બી-ફૌજી ગ્રૂપના 2 યુવાનો ટ્રેનિંગ લઇને આર્મીમાં સિલેક્ટ થયા છે. નિર્મળ આહીર અરુણાચલ પ્રદેશમાં દેશની સેવા કરી રહ્યો છે.