સન્માન:‘કોરોના પછી સફાઈ કામદારો પ્રત્યે લોકોની લાગણી વધી છે’

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉતરાણ ખાતે સફાઈ કામદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
ઉતરાણ ખાતે સફાઈ કામદારોનું સન્માન કરવામાં આવ્યું હતું.
  • ઉત્રાણના આદિત્ય પેલેસમાં સફાઈ કામદારોને સન્માનિત કરાયા

ઉતરાણની આદિત્ય પેલેસ સોસાયટીમાં દિવાળી નિમિત્તે સફાઈ કર્મચારીઓને શર્માનીત કરાયા અને ભેટ આપવામાં આવી.કોરોના પછી સફાઈ કામદારો પ્રત્યેક લોકોની લાગણી વધારે જોવા મળી રહી છે. પછી લગભગ મોટાભાગની સોસાયટીઓમાં સામાજિક સંસ્થાઓ અને આગેવાનોએ સફાઈ કામદારોના સન્માન કર્યા હોય એવા ઘણા બધા કાર્યક્રમો થયા છે. આદિત્ય પેલેસમાં પણ દરરોજ સફાઈ કરતા અને એસ.એમ.સી ની ગાડીમાં કચરો વહન કરતા કર્મચારીઓ અને બોલાવીને માન સન્માન અપાયું તેમજ મીઠાઈ અને ગિફ્ટ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.

સોસાયટીના પ્રમુખ ઘનશ્યામ ભેંસાણીયા અને સામાજિક અગ્રણી ઘનશ્યામ વસાણીએ જણાવ્યું હતું કે વર્ષ દરમિયાન ખૂબ જ દિલથી સાફ-સફાઈ કરવાનું કામ કરતા હોય તેઓના પ્રત્યે આપણી લાગણી જોડાયેલી હોવી જોઈએ.ભલે તેઓ પોતાની ફરજ બનાવે છે પરંતુ આપણે પણ આપણી માનવતા વ્યક્ત કરવી જોઈએ. વર્ષો પહેલા સમય કર્મચારીઓ ઘરે ઘરે જઈને દિવાળી બોનસ માંગતા પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષથી થોડો બદલાવ આવ્યો છે લોકો સામે ચાલીને સફાઈ કર્મચારીઓને ગિફ્ટ આપે છે અને સન્માનિત કરે છે તેઓના પ્રત્યે આધારભાવ પણ રાખે છે.

અન્ય સમાચારો પણ છે...