સુરત પાલિકાએ નિયમો બદલ્યા:કેસ વધતાં હીરા તથા કાપડ ઉદ્યોગમાં કામ કરતા લોકોએ હવે દર સપ્તાહે કોવિડ ટેસ્ટ કરાવવા પડશે

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હોટલ-રેસ્ટોરન્ટ અને જીમમાં એસી ચાલુ નહીં કરવા અને વેન્ટિલેશનની વ્યવસ્થા ગોઠવવા આદેશ

સુરતમાં કોરોનાના કેસ વધતાં પાલિકાએ મંગળવારે કેટલાક આકરાં નિર્ણયો કર્યા હતા. જેમાં હવે કાપડ-હીરા ઉદ્યોગ માટે, સ્કૂલો માટે, હોટેલ-રેસ્ટોરન્ટ, જીમ સહિતના સ્થળોએ નિયમોની સખત અમલવારી કરાશે.

1 હીરા-કાપડ ઉદ્યોગ: ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગોમાં હજારો લોકો કામ કરે છે. હવે, દર સપ્તાહમાં અહીં કામ કરતા લોકોએ કોવિડ ટેસ્ટ કરાવવો પડશે અને પાલિકાની ટીમો દ્વારા તેનુ સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવશે. ખાસ કરીને, જે લોકોને એક પણ વાર કોરોના થયો નથી તેમણે ફરજિયાત ટેસ્ટ કરાવવાનો રહેશે તેમ પાલિકાના અધિકારી સુત્રોએ જણાવ્યું હતું.

2 સ્કૂલો: સ્કૂલો માટે સમયાંતરે પાલિકાએ નિર્ણયમાં ફેરબદલ કર્યા છે. અગાઉ કેસ આવે તો આખી સ્કૂલ 14 દિવસ માટે બંધ કરાતી. ત્યારબાદ જે વર્ગમાં ભણતો વિદ્યાર્થી પોઝિટિવ આવે તો તે કલાસ જ બંધ કરવામાં આવતો હતો પણ છેલ્લા બે દિવસથી ત્રણ થી ચાર સ્કૂલોના વિદ્યાર્થીઓ સતત પોઝિિટવ આવતા હોવાના કારણે ફરી એક વખત સ્કૂલ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

3 હોટેલ-રેસ્ટોરન્ટ, જીમ: હોટલ, રેસ્ટોરન્ટ અને જીમમાં હવે એસી ચાલુ રાખવા માટે પાલિકાએ મનાઈ ફરમાવી છે. પાલિકા અધિકારી સુત્રોનું કહેવું છે કે, આવા તમામ સ્થળોએ વેન્ટીલેશન રાખવું જરૂરી છે. જયાં વેન્ટીલેશન નહીં હોય ત્યાં જે તે એકમ બંધ કરવા સુધીના પગલાં પણ લેવાશે. આ અંગે પાલિકાની ટીમો ચેકીંગ પણ કરશે. વેન્ટીલેશન ન હોય અને એસી ચાલુ હોય તો સંક્રમણનો ખતરો વધી શકે છે.

4 લગ્નો, સામાજિક મેળાવડા: લગ્નો સહિત સામાજિક મેળાવડાઓમાં પણ પાલિકા હવે સખતાઈ કરશે. નિયમ પ્રમાણે, 400થી વધુ લોકો હશે ત્યાં કાર્યવાહી કરાશે. આ ઉપરાંત આગામી દિવસોમાં આવા કાર્યક્રમોમાં પણ ટેસ્ટિંગ ફરજિયાત કરાશે.

ભાસ્કર અપીલઃ શહેરમાં કેસ ફરી પાછા ઝડપથી વધી રહ્યા છે, ત્યારે લાપરવાહી દાખવવાની એક ભૂલ પણ વધુ જોખમ ઊભું કરી શકે છે, એટલે જ્યાં સુધી કોરોનાના કેસમાંથી સંપૂર્ણ મુક્તી ન મળી જાય ત્યાં સુધી માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગનું ગંભીરતાથી પાલન કરવું પડશે.

અન્ય સમાચારો પણ છે...