તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખાવા પીવાના શોખીન સુરતીઓ સ્વાસ્થ્ય બાબતે પણ ભારે જાગૃત થયા છે. શિયાળાની ઠંડી વચ્ચે પણ વહેલા જાગીને સુરતીઓ પરિવાર અને મિત્રો સાથે આરોગ્યવર્ધક નિરો પીવા માટે પહોંચી જાય છે. ભાઠા વિસ્તારમાં આવેલા નિરો કેન્દ્ર પર સવારના સમયમાં લોકોનો જમાવડો જામે છે. ઠંડીની મોસમની પૂરબહારમા જમાવટ સાથે નિરોની મોસમ પણ ખીલી ઉઠી છે.લોકો સવારમા આ આરોગ્ય વર્ઘક પીણાને લહેજતથી માણવા પહોંચી જાય છે. તાડીના ઝાડમાંથી તાજો નિરો આપવામાં આવતો હોવાથી સૂર્ય ઉગે તે પહેલા લોકો સેવન કરી લેતા હોય છે. આરોગ્ય અને ઈમ્યુનિટી શક્તિ વધારતા નિરોને પીવાનું કોરોના પછી લોકોમાં પ્રમાણ વધ્યું હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
વૃક્ષો પર માટલા બાંધીને નિરો એકઠો કરાય છે
સુરતના ભાઠા વિસ્તારમાં તાડના ઝાડ પરથી ફળ ઉતારી તેમાંથી ઝરતા રસને ઝીલવા ઠેરેઠેર તાડના વૃક્ષો પર નાના નાના માટલા બાંઘી રસ ઝીલાઇ છે. જે રસ સવારમા નિરો તરીકે પીવાય છે.વહેલી સવારથી જ લોકો આ નિરો પીવા ભાઠા ખાતેના કેન્દ્ર પર ઉમટી રહ્યા છે.
નિરાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને નિરાનાં વેચાણ થકી આજીવીકા મળી રહી છે.100 ફુટ ઉંચા ઝાડપર ચઢી બાંઘવામા આવેલી માટલીમાં ઝરતા રસને તેએા એકત્રીત કરી તેનુ વેચાણ કરવામાં આવે છે. તાડના વૃક્ષો શિયાળામાં ઘણા લોકો માટે આવકનું મહત્વનુ સાઘન પણ બન્યા છે.
પેટ, પથરી અને આંતરડાના રોગમાં નિરો ઉત્તમ
શરીરને સ્ફુર્તિપ્રદાન કરતા નિરોમા અનેક ઔષઘી ગુણો પણ રહેલા છે .ખાસ કરીને પેટના રોગો જેવા કે પથરી આંતરડાનો રોગ પાચન તંત્ર તેમજ જઠરના રોગોમા નિરો પીવાથી અનેક લાભ થાય છે.ત્યારે આ નિરોનું સેવન કરવા લોકો વહેલી સવારથી જ આવે છે પરંતુ આ નિરો જો સુર્યોદય પછી પીવામા આવે તો તેને તાડી કહેવામા આવે છે અને તે એક કેફી પીણુ બની જાય છે. તેના વ્યસની પણ બની જવાય છે તેથી આ નિરો સવારમાં જ પીવાય છે. સવારના આઠ વાગ્યા પછી તે તાડી બની જતા તે માદક બની જતા વેચાણ કરી શકાતુ નથી.
નિરો પારિવારિક પીણું છે
ભાઠા નિરો વેચાણ કેન્દ્રના કનૈયાભાઈએ જણાવ્યું હતું કે, નિરો પારિવારિક પીણું છે. ઘરના દરેક સભ્ય નિરોનું સેવન કરી શકે છે. ભાઠા કેન્દ્ર ખાતે લોકો પોતાની કારમાં દૂરદૂરથી પણ આવે છે. પરિવાર અને મિત્રોની સાથે નિરોનું સેવન કરી શકે તે માટે વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શિયાળામાં જ નિરોનું સેવન કરવું એવું નથી આખુ વર્ષ પણ સેવન કરી શકાય છે. પરંતુ લોકો શિયાળામાં કસરત વધુ કરતાં હોવાથી શિયાળામાં વધારે સંખ્યામાં લોકો નિરો પીવે છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.