ધાર્મિક:વેસુમાં નિર્માણાધીન મહાવિદેહધામ માટેની 68 તીર્થોની શિલાઓનાં લોકોએ દર્શન કર્યાં

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મહાવિદેહધામની શિલાઓ સાથેનો રથ 9 દિવસથી વિવિધ સંઘોમાં ફરી રહ્યો છે. - Divya Bhaskar
મહાવિદેહધામની શિલાઓ સાથેનો રથ 9 દિવસથી વિવિધ સંઘોમાં ફરી રહ્યો છે.

વેસુમાં મહાવિદેહધામનું નિર્માણ કરાશે. જેના માટે 29 અને 30 ઓક્ટોબરના રોજ મહાવિદેહધામનો શિલાન્યાસ મહોત્સવ યોજાશે. જે અંતર્ગત આ. ગુણરત્નસૂરિજીની પ્રેરણા તથા આ. રશ્મિરત્નસૂરિજીનાં માર્ગદર્શનથી ભારતભરના 9 પ્રમુખ સહિત 68 તીર્થોની પવિત્ર શિલાઓ સાથે મહાવિદેહધામ શિલા રથ દર્શન-સ્પર્શન અને વધામણા માટે સુરતના પ્રમુખ સંઘોમાં છેલ્લા 9 દિવસથી ફરી રહ્યો છે.

નિર્માણાધીન મહાવિદેહધામમાં 9 પ્રમુખ સહિત 68 તીર્થોની શિલાઓની સ્થાપના કરાશે. એ સાથે જ ઉમરા જૈન સંઘ ખાતે આ. રશ્મિરત્નસૂરિશ્વરજી દ્વારા 40 વર્ષ પહેલા લખેલા ‘ગુણરત્ન શ્લોક સમુચ્ચય’ ગ્રંથનું વિમોચન મુમુક્ષુઓના હસ્તે કરાયું હતું.

આ. રશ્મિરત્નસૂરિશ્વરજીએ જણાવ્યું હતું કે, આ ગ્રંથમાં 500 સંસ્કૃત શ્લોક છે. જેમાં ગુણરત્ન ભક્તામર, ગુણરત્ન છત્રીસી 1-2, અને ચિત્ર કાવ્ય તેમજ બંધ કાવ્ય, રઘુવંશ પાદપૂર્તિ સહિતની રચનાઓ છે. આ રચનાઓ મુનિ અવસ્થામાં ગુરૂદેવ ગુણરત્નસૂરિજીની ભક્તિ નિમિત્તે લખાયેલી છે.

અન્ય સમાચારો પણ છે...