રોગચાળો ફાટવાની ભીતિ:રાંદેરમાં પીવાનાં ગંદાં પાણીથી લોકો ત્રાહિમામ

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ માસથી રહીશોની રાવ, પાલિકાને ફોલ્ટ મળતો નથી

રાંદેર રોડની નવયુગ કોલેજ નજીકની સંત તુકારામ સોસાયટીના રહીશો છેલ્લા ત્રણ મહિનાથી પીવાના પાણીમાં દુર્ગંધ તેમજ ડહોળુ પાણી આવી રહી છે. આ અંગે ફરિયાદ કરવા છતાં પાલિકા દ્વારા ઉકેલ ન લવાતા રહીશોએ આંદોલનની ચીમકી આપી. ગંદા પાણીના લીધે રોગચાળાની ભીતિ સેવાઇ રહી છે.

સંત તુકારામ સોસાયટીના રહીશ મુકેશ પટેલે જણાવ્યું કે, ‘સોસાયટીમાં છેલ્લા લાંબા સમયથી પીવાના પાણીની લાઇનમાં ભંગાણ હોવાથી પાણી ડહોળું આવવાની સાથે તેમાંં દુર્ગંધ પણ આવે છે. પાલિકાને વાંરવાર લેખિત ફરિયાદ કરાઇ હોવા છતાં રાંદેર ઝોનના હાઇડ્રોલિક તથા આરોગ્ય વિભાગ દ્વારા આનો ઉકેલ લવાયો નથી’. લીકેજ શોધવા અલગ-અલગ સ્થળોએ ખાડા કરી તપાસ કરાઇ ખાડા પુરી દેવાયા છે. ફોલ્ટ ન મળ્યું હોવાથી સમસ્યા ઠેરની ઠેર રહી છે. જો સમસ્યાનું તાકીદે નીરાકરણ ન થાય તો રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ સેવાઇ રહી છે.

યુદ્ધના ધોરણે સમારકામ ચાલુ કરાયું
અગાઉ પણ આ સોસાયટીમાં ગંદા પાણીની સમસ્યા હતી. ત્યારે ફોલ્ટ શોધી શોર્ટ આઉટ કરાયું હતું. જોકે પાણી લાઇન સડી ગઇ હોવાથી લીકેજ નજીકની ડ્રેનેજ લાઇન સાથે જોડાઇ જતાં ફરી વખત ગંદા પાણીની ફરિયાદ મળી છે. યુદ્ધના ધોરણે સમારકામ શરૂં કરાયું છે. > સી. બી. વસાવા, કાર્યપાલક ઇજનેર, રાંદેર ઝોન

અન્ય સમાચારો પણ છે...