તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • People Took To The Streets Demanding Flyover Bridge In Umbel Village Of Kamaraj, Highway Authority Assured To Start Work By 15th

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંદોલન:કામરેજના ઉંભેળ ગામે ફ્લાયઓવર બ્રિજની માંગ સાથે લોકો રસ્તા પર ઉતર્યા, હાઈ વે ઓથોરિટીએ 15મી સુધીમાં કામ શરૂ કરવાની ખાત્રી આપી

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કામરેજ નજીક ઉંભેળ ગામ ફ્લાય ઓવરબ્રિજની માંગ સાથે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતાં. - Divya Bhaskar
કામરેજ નજીક ઉંભેળ ગામ ફ્લાય ઓવરબ્રિજની માંગ સાથે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતાં.
  • પોલીસ અને ઓથોરિટીની સમજાવટ બાદ ગામ લોકોએ આંદોલન સમેટ્યું

કામરેજ નજીક ઉંભેળ ગામ પાસે વાંરવાર સર્જાતા અકસ્માતને લઈને ગામ લોકો દ્વારા ઘણા સમયથી ફ્લાયઓવર બ્રિજની માંગ કરવામાં આવી છે. જો કે, ઓવરબ્રિજની કામગીરી શરૂ થતાં આસપાસના ગામોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.આજે ત્રસ્ત થયેલા લોકો મોટી સંખ્યામાં ઉંભેળ ગામ પહોંચી ગયા હોય છે. રસ્તા પર આંદોલન પર લોકો ઉતરે છે. જેથી પોલીસ અને હાઈ વે ઓથોરિટી દ્વારા ઘટના સ્થળે પહોંચીને લોકો સાથે સમજાવટથી કામ લેવામાં આવે છે. ઓથોરિટી દ્વારા 15મી જાન્યુઆરી સુધીમાં કામ શરૂ કરવાની બાયંધરી આપવામાં આવી છે. સ્થાનિકોએ કહ્યું કે, જો કામ બાયંઘરી પ્રમાણે શરૂ નહી થાય તો આગામી દિવસોમાં ફરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ફ્લાય ઓવર માટે ચક્કાજામ
કામરેજના ઉંભેળ ગામ પાસે હાઈ વે પર ફલાય ઓવરબ્રિજ ન હોવાના કારણે વાંરવાર એક્સિડન્ટ સર્જાય છે. એક્સિડન્ટમાં ઘણીવાર લોકોએ જીવ ગૂમવવાનો વારો આવે છે. અવાર નવાર એક્સિડન્ટ સર્જાતા હોવાથી લોકો દ્વારા છેલ્લા ઘણા સમયથી હાઈ વે ઓથોરિટી અને તંત્રને ઓવરબ્રિજ બનાવવા રજૂઆત કરી હોય છે. પરંતુ કામગીરી ન શરૂ થતાં લોકો અકળાયા હોય છે.

બાયંધરી અપાતા આંદોલન સમેટાયું
ઉંભેળ ગ્રામ પંચાયત પાસે એકઠા થયેલા લોકો મોટી સંખ્યામાં હોવાથી પોલીસ અને ઓથોરિટી પણ આવી ગઈ હતી. બાદમાં પોલીસે અને ઓથોરિટીએ સમજાવટથી કામ લીધું હતું. જેમાં 15મી જાન્યુઆરી સુધીમાં કામ શરૂ કરવાની બાયંધરી ઓથોરિટી દ્વારા આપવામાં આવી છે. લોકોએ કહ્યં કે, આ સ્વયંભૂ આંદોલન છે. અકસ્માતમાં ઘણા લોકો જીવ ગૂમાવી ચૂક્યાં છે. હવે આગામી દિવસોમાં કામ શરૂ નહી થાય તો ફરીથી આંદોલન શરૂ થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો